આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસામાં ચૂંટણીના પરિણામો બાદ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા હોઇ તેનો પ્રચાર સ્થાનિક વ્યક્તિએ કર્યો હોવાનો શક રાખી તેનું ઘર સળગાવી દેવામાં આવ્યુ છે. જોકે જે સમયે ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારે કોઇ હાજર ન હોઇ મોટી જાનહાનિ ટળી હતી. ફરીયાદ મુજબ અપક્ષ ઉમેદવારો સહિતનાએ સ્થાનિક વ્યક્તિએ કોંગ્રેસનો પ્રચાર કર્યો હોવાનો શક રાખી તેમનું ઘર સળગાવી દેતાં ફરીયાદ નોંધાઇ છે. મોડાસા 22 લોકોના નામજોગ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસાના રાણાસૈયદ વિસ્તારમાં રહી ડ્રાઇવરનો ધંધો કરતાં અકીલભાઇ મુલ્તાનીનું ઘર કેટલાંક ઇસમોએ સળગાવી દીધુ છે. વિગતો મુજબ ગત 27 ફેબ્રુઆરીએ ચાંદટેકરીના જાકીર મુલ્તાની, મહંમદ મુલ્તાની, પીરૂ કાલુ મુલ્તાની અને અશરફ મુલ્તાનીએ અકીલભાઇને કહેલ કે, આવતીકાલે મતદાન હોઇ તારો મત રાણાસૈયદ વોર્ડ નં-9માં હોઇ તારે અહીં કોઇ પ્રચાર કરવાનો નથી. તું અહીંયા રહીશો તો તને જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપતાં અકીલભાઇ તેમના પિતાજીના ઘરે રાણાસૈયદ જતાં રહ્યા હતા.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

આ તરફ મતદાન બાદ ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ફરીયાદીના માસા યુસુફભાઇ કોંગ્રેસમાંથી વોર્ડ નં-9માં વિજેતા બન્યા હતા. જેથી વિજય સરઘસમાં ફરીયાદી જોડાતાં ઉપરોક્ત ઇસમોએ તેમને જોયા હતા. આ દરમ્યાન સાંજના સમયે ચાંદટેકરીમાં રહેતાં તેમના સાઢુના દીકરાએ ફોન કરીને કહેલ કે, કેટલાંક ઇસમો તમારા ઘરે આવીને બુમો પાડતાં હતા. કે, અકીલભાઇએ કોંગ્રેસનો પ્રચાર કર્યો એટલે આપણે હારી ગયા છીએ. જેથી તેનું ઘર લુંટી લઇ સળગાવી દેવાનું કહી હાથમાં લાકડીઓ, પાઇપો અને ધારીયા લઇ ઘરનું તાળું તોડી ઘરને આગ લગાડી દીધી હતી.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદીએ કોંગ્રેસનો પ્રચાર કર્યો હોઇ તેઓ જીત્યાં હોવાનો શક-વહેમ રાખી ઇસમોએ ઘર સળગાવી દેતાં મોટું નુકશાન પહોંચ્યુ હતુ. જોકે સદનસીબે ઘરમાં કોઇ હાજર ન હોઇ મોટી જાનહાનિ ટળી હતી. આગની ઘટનામાં ઇસમોએ પહેલાં કબાટમાંથી ફરીયાદીની બચતના 25,000 રોકડ લૂંટી લીધા હોવાનું લખાવ્યુ છે. આ સાથે એસી, ફ્રીજ, એલસીડી અને સોફા સહિતનો ઘરનો સામાન મળી કુલ 2,00,000નો સામાન સળગાવી લઇ નુકશાન કર્યુ હતુ. ઘટનાને લઇ અકીલભાઇએ 22 લોકોના નામજોગ મોડાસા ટાઉન પોલીસ મથકે આઇપીસી 143, 147, 148, 149, 395, 436, 427, 452 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધાવ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code