ચોંક્યાં@થરાદ: બળજબરીથી શિક્ષિકાના ઘરમાં ઘુસી શિક્ષકે કપડા ફાડી છેડતી કરી, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ થરાદ પંથકની એક શાળાના શિક્ષકે શિક્ષિકાની છેડતી કરતા ફરિયાદ નોંધાઇ છે. આ બનાવને પગલે થરાદ પોલીસે શિક્ષક સામે છેડતી અને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિગતો મુજબ અગાઉ પણ આ શિક્ષકે મહિલા શિક્ષિકાની છેડતી કરી હોઇ ગ્રામજનો અને શાળા પરિવારે સમાધાન કરાવ્યુ હતુ. જોકે શિક્ષકે
 
ચોંક્યાં@થરાદ: બળજબરીથી શિક્ષિકાના ઘરમાં ઘુસી શિક્ષકે કપડા ફાડી છેડતી કરી, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ

થરાદ પંથકની એક શાળાના શિક્ષકે શિક્ષિકાની છેડતી કરતા ફરિયાદ નોંધાઇ છે. આ બનાવને પગલે થરાદ પોલીસે શિક્ષક સામે છેડતી અને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિગતો મુજબ અગાઉ પણ આ શિક્ષકે મહિલા શિક્ષિકાની છેડતી કરી હોઇ ગ્રામજનો અને શાળા પરિવારે સમાધાન કરાવ્યુ હતુ. જોકે શિક્ષકે ફરી એકવાર મહિલા શિક્ષિકાના ઘરમાં બળજબરી ઘુસીને આવી હરકત કરતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદમાં આવેલી એક શાળાના શિક્ષકે શિક્ષિકાની છેડતી કરી હોવાની ઘટના બની છે. થરાદના ગગાણા ગામના જીવરામ દલરામભાઈ પટેલ નામનો શિક્ષક શાળામાં જ એક શિક્ષિકાની છેડતી કરી શારીરિક તેમજ માનસીક રીતે પજવણી કરતો હતો. જે બાદમાં શિક્ષક વારંવાર શિક્ષિકાને ફોન કરી હેરાન કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. આ તરફ શિક્ષિકાએ શિક્ષકનો ફોન બ્લેક લિસ્ટમાં નાખી દેતાં શિક્ષક તેના ઘરે આવી ગયો હતો અને બળજબરીથી ઘરમાં ઘૂસી જઈ શિક્ષિકાના કપડા ફાડી નાખ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘટનાને લઇ શિક્ષિકાએ બૂમાબૂમ કરતાં સ્થાનિકો દોડી આવતાં શિક્ષક નાસી છુટ્યો હતો. આ તરફ વારંવાર આ શિક્ષકની હેરાનગતિથી ત્રાસી જઇ શિક્ષિકાએ પોલીસનો સહારો લીધો છે. મહિલા શિક્ષિકાએ થરાદ પોલીસ મથકે આરોપી શિક્ષક જીવરામ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકાની ફરિયાદના આધારે શિક્ષક સામે છેડતી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.