ચોંક્યાં@વડનગર: નજીવી બાબતે ઝઘડો કરી મહિલાને બળજબરીથી ઝેરી દવા પીવડાવી, 4 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર વડનગર તાલુકાના ગામે કોઇ બાબતે ઝઘડો કરી માર માર્યા બાદ ઇસમોએ મહિલાને ઝેરી દવા પીવડાવી હોવાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ ગામની મહિલાનો પુત્ર અને ભત્રીજો બાઇક લઇ દૂધ ભરાવવા જતાં હતા. આ દરમ્યાન ગામના ઇસમોએ કહેલ કે, કેમ અહીંથી નીકળો છો ? તેવું કહી ધારીયા વડે માર
 
ચોંક્યાં@વડનગર: નજીવી બાબતે ઝઘડો કરી મહિલાને બળજબરીથી ઝેરી દવા પીવડાવી, 4 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર

વડનગર તાલુકાના ગામે કોઇ બાબતે ઝઘડો કરી માર માર્યા બાદ ઇસમોએ મહિલાને ઝેરી દવા પીવડાવી હોવાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ ગામની મહિલાનો પુત્ર અને ભત્રીજો બાઇક લઇ દૂધ ભરાવવા જતાં હતા. આ દરમ્યાન ગામના ઇસમોએ કહેલ કે, કેમ અહીંથી નીકળો છો ? તેવું કહી ધારીયા વડે માર મારવા જતાં મહિલા સ્થળ પર પહોંચી હતી. જ્યાં ઇસમોએ ભેગા મળી મહિલાના પગના ભાગે ધારીયું મારી તેમને ઝેરી દવા પીવડાવી દીધી હતી. જે બાદમાં મહિલા બેભાન થઇ જતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના 18 જુલાઇએ સાંજે બન્યાં બાદ મહિલાએ ગઇકાલે રાત્રે નવેક વાગ્યે ગામના જ 4 ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના સિપોર ગામેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિપોરમાં ચકુબેન જયંતીની ઠાકોર ઘરકામ કરી પોતાના પતિ અને બાળકો સાથે રહે છે. ગત તા.18જુલાઇના રોજ સાંજના સમયે તેમનો પુત્ર રાહુલજી અને ભત્રીજો રોહીત બાઇક લઇને ઘરેથી દૂધ ભરાવવા નિકળ્યાં હતા. જ્યાં ઠાકોર કિશનજીના ઘર નજીક આવતાં કિર્તીસીંહ અને કિશનજીએ રોકાવીને કહેલ કે, તમો કેમ અહીંથી નીકળો છો ? તેવું કહી ધારીયું લઇ મારવા આવતાં હોબાળો થતાં ચકુબેન ત્યાં પહોંચ્યાં હતા. કિર્તીસિંહે ચકુબેનને બંને પગે થાપાના ભાગે ધારીયું માર્યુ હતુ. આ સાથે કિશનજીની માતા સુર્યાબેન ચકુબેનની ઉપર બેસી જઇ કુબેરજીને કહેવા લાગેલ કે આજે દવા પીવડાવી મારી નાંખો. તેવું કહી તમામે ભેગા મળી મહિલાને બળજબરીથી ઝેરી દવા પીવડાવી દેતાં તે બેભાન થઇ ગયા હતા.

ચોંક્યાં@વડનગર: નજીવી બાબતે ઝઘડો કરી મહિલાને બળજબરીથી ઝેરી દવા પીવડાવી, 4 વિરૂધ્ધ FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘર આગળથી ચાલવાની સામાન્ય બાબતમાં મહિલા અને તેમના પુત્રને માર મારવામાં આવ્યો છે. આ સાથે મહિલાને બળજબરીથી ઝેરી દવા પીવડાવી દેતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. આ તરફ ગત તા.18 જુલાઇની સાંજે સાતેક વાગ્યે બનેલ ઘટનાને લઇ ગઇકાલે રાત્રે નવેક વાગ્યે ચકુબેને ગામના ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે વડનગર પોલીસે ઇસમો વિરૂધ્ધ આઇપીસી 328, 323, 504, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધતાં કેસની વધુ તપાસ PSI દેવ વાંઝા ચલાવી રહ્યા છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો