ચોંક્યાં@વાવ: અગાઉની અરજી પરત લેવાનું કહી યુવકને જાનથી મારી નાંખવાની ધમકી, 2 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, વાવ કોરોના કહેર વચ્ચે વાવ તાલુકાના ગામે અગાઉની અરજી બાબતે ઇસમોએ ફરીયાદીને ધમકી આપ્યાનું સામે આવ્યુ છે. પ્રાથમિક વિગતો મુજબ યુવકે ગામના ઇસમો વિરૂધ્ધ અરજી કરી હતી. જે બાદમાં પરીવારે પોલીસ પ્રોટેક્શન માંગ્યુ હોઇ તેઓ પોતાના ઘરે હોઇ શનિવારે સાંજના સમયે આ બે ઇસમો તેમના ઘરે આવ્યા હતા. જ્યાં અગાઉની અરજી
 
ચોંક્યાં@વાવ: અગાઉની અરજી પરત લેવાનું કહી યુવકને જાનથી મારી નાંખવાની ધમકી, 2 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, વાવ

કોરોના કહેર વચ્ચે વાવ તાલુકાના ગામે અગાઉની અરજી બાબતે ઇસમોએ ફરીયાદીને ધમકી આપ્યાનું સામે આવ્યુ છે. પ્રાથમિક વિગતો મુજબ યુવકે ગામના ઇસમો વિરૂધ્ધ અરજી કરી હતી. જે બાદમાં પરીવારે પોલીસ પ્રોટેક્શન માંગ્યુ હોઇ તેઓ પોતાના ઘરે હોઇ શનિવારે સાંજના સમયે આ બે ઇસમો તેમના ઘરે આવ્યા હતા. જ્યાં અગાઉની અરજી પરત લેવાનું કહી ગાળાગાળી કરી પાવડો મારવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં ઇસમોએ જતાં-જતાં જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ તરફ પ્રોટેક્શનમાં રહેલ પોલીસકર્મી આવી જતાં એક ઇસમને પોલીસ મથકે લઇ જવાયો હતો. સમગ્ર મામલે યુવકે બે ઇસમો વિરૂધ્ધ વાવ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ગોલગામ ગામેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત દિવસોએ મઘાભાઇ નામના વ્યક્તિએ ગામના બે ઇસમો વિરૂધ્ધ પોલીસમાં અરજી આપી હતી. જે બાદમાં પરિવારે પોલીસ પ્રોટેક્શનની માંગ કરતાં પોલીસકર્મી ફાળવવામાં આવ્યા હતા. આ તરફ શનિવારે પ્રભુભાઇ, નભાભાઇ અને મઘાભાઇ સહિતના ઘરે હાજર હોઇ ગામના રાજપુત ઇશાભાઇ અને ડામરાભાઇ બંને ઇસમો બાઇક પર આવી ચડ્યા હતા. જ્યાં મઘાભાઇને કહેલ કે, મારા વિરૂધ્ધમાં જે અરજી કરેલ છે તે પાછી ખેંચી લેજે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સાથે હાથમાંથી પાવડો મારવાનો પ્રયાસ કરી મઘાભાઇની ટી-શર્ટ ફાડી નાંખી જાતિ વિરૂધ્ધ અપમાનિત કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વાવ તાલુકાના ગામે અગાઉની અરજી બાબતે અદાવત રાખી બે ઇસમોએ યુવકને જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનું સામે આવ્યુ છે. આ તરફ ઘટનાને લઇ પ્રોટેક્શનમાં રહેલ પોલીસ કર્મી આવી જતાં એક ઇસમ નાસી છુટ્યો તો ઇશાભાઇને પકડીને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જે બાદમાં સામાજીક રીતે સમાધાન નહીં થતાં યુવકે બંને ઇસમ વિરૂધ્ધ વાવ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે બે ઇસમ વિરૂધ્ધ આઇપીસી 452, 294(a), 506(2) અને અનુસુચિત જાતિ અને અનુ. જન. જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(1)(r), 3(1)(s), 3(2)(va) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.