આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

શનિ દેવને ન્યાય પ્રિય દેવતા માનવામાં આવે છે. તે મનુષ્યોને કર્મોના હિસાબે ફળ આપે છે. જે મનુષ્ય પર શનિ દેવની કૃપા દ્રષિટ પડે છે, તેના તમામ દુ:ખ દર્દ દૂર થઈ જાય છે અને જે મનુષ્યથી શનિ દેવ નારાજ થઈ જાય છે, તેનો સર્વનાશ થાય છે. શનિદેવની કૃપા મેળવવા માટે તેમના ભક્તો દર શનિવારે શનિ દેવની પૂજા કરે છે. શનિવારના દિવસ શનિ દેવની સાથે ભોળાનાથની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. ભોલેનાથને શનિ દેવના ગુરૂ માનવામાં આવે છે. શનિવારના રોજ ભોલેનાથ અને શનિ દેવની પૂજા કરવાથી તમામ દુ:ખ દર્દ દૂર થાય છે. તથા પરિવાર પરથી અકાળ મૃત્યુનો ખતરો પણ ટળી જાય છે.

શનિવારના રોજ મહાદેવને કાળા તલ નાખીને જળ ચડાવો. આ સાથે જ ‘ॐ नमः शिवाय’ નો મંત્રજાપ પણ કરો. આવું કરવાથી શનિદેવ અને ભોલાનાથ બંનેની કૃપા દ્રષ્ટિ બની રહે છે. તેનાથી આપના જીવનમાં આવેલી તકલીફો અને અકાળ મૃત્યુનું સંકટ દૂર થાય છે. શનિવારના રોજ શનિ દેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ દરમિયાન દીવામાં કાળા તલ અથવા કાળી દાળ જરૂરથી નાખો. આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શનિવારના દિવસે કાળા કુતરાને ભોજન આપવાનું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવારના દિવસે કાળા કુતરાને ભોજન આપવાથી તમામ સંકટો કુતરો પોતાના પર લઈ લે છે. શનિવારના રોજ ગરીબોને દાન કરવાથી શનિ દેવની કૃપા દ્રષ્ટિ આપના પર રહે છે. આ દિવસે ગરીબોને કાળા તલ, કાળી દાળ, વસ્ત્ર અને ભોજન દાન કરવું જોઈએ. આવુ કરવાથી હંમેશા આપના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code