શ્રાવણ સ્પેશલ: સરળ રીતે ઘરે જ બનાવો ખજૂર અને કેળાનો સ્વાદિષ્ટ શેક

અટલ સમાચાર, ડેસ્ક શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આ સમયે ઘણાં લોકો ઉપવાસ કરે છે. આ ઉપવાસમાં એવી ચીજ ખાવી જોઇએ કે એક ટાઇમ તમારું પેટ ભરેલુ રહે અને તમે આ માટે હેલ્ધી ફૂડ ખાવો. ત્યારે ચાલો બનાવતા શીખીએ ખજૂર કેળાનો સ્વાદિષ્ટ શેક.આ શ્રાવણ મહિનામાં હેલ્ધી અને ફિટ રહેવા માટે જો થોડુ ધ્યાન
 
શ્રાવણ સ્પેશલ: સરળ રીતે ઘરે જ બનાવો ખજૂર અને કેળાનો સ્વાદિષ્ટ શેક

અટલ સમાચાર, ડેસ્ક

શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આ સમયે ઘણાં લોકો ઉપવાસ કરે છે. આ ઉપવાસમાં એવી ચીજ ખાવી જોઇએ કે એક ટાઇમ તમારું પેટ ભરેલુ રહે અને તમે આ માટે હેલ્ધી ફૂડ ખાવો. ત્યારે ચાલો બનાવતા શીખીએ ખજૂર કેળાનો સ્વાદિષ્ટ શેક.આ શ્રાવણ મહિનામાં હેલ્ધી અને ફિટ રહેવા માટે જો થોડુ ધ્યાન રાખવામાં આવે તો ફાયદો થશે. આવી હેલ્ધી વસ્તુઓ ખાવાથી ભુખ તો નહીં જ લાગે સાથે એનર્જી પણ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

સામગ્રી

2 પાકા કેળા
10 ખજૂર
4-5 કાજુ
4-5 બદામ
2 ગ્લાસ દૂધ
ખાંડ (જરૂર લાગે તો )

રીત
-સૌ પ્રથમ એક બાઉલમાં કેળાનાં નાના નાના ટુકડા કરો. અને તેમાં ઠડિયા કાઢીને ખજૂરની પેશીઓ પણ ઉમેરો
-હવે ખજૂર અને કેળાની અંદર બે ગ્લાસ દૂધ ઉમેરી તેને મિક્ચરમાં મિક્સ કરી લો.
-આ મિશ્રણને ટેસ્ટ કરો. જો તમને ખાંડની જરૂર લાગે તો જ ઉમેરો. અને બને તો ખડી શાકરનો ઉપયોગ કરો.
-તેમાં કાજૂ અને બદામનાં ટુકડા ઉમેરો. અને તેનાંથી ગાર્નિશ કરીને સર્વ કરો.
-આ શેક પીવાથી શરીરમાં એનર્જી લેવલ પણ વધશે અને ભુખ પણ નહીં લાગે.