રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં શ્રીસંત પહોંચતા ચર્ચા-વિચારણાઓ

અટલ સમાચાર, ડેસ્ક સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડીની નવી સીઝન શરૂ થઈ ગઈ છે. શનિવારે તેનું પ્રીમિયર દર્શાવવામાં આવ્યુ હતુ, જેમાં હાલમાં જ બિગ બોસની સીઝન પૂર્ણ કરીને બહાર આવેલો શ્રીસંત પણ દેખાયો હતો. શ્રીસંતની ઉપસ્થિતિને લઈને પહેલા એપિસોડ બાદ ટ્વિટર પર જંગ છેડાઈ ગઈ છે. એક યુઝરે સવાલ ઉઠાવ્યો છે કે, રોહિત શેટ્ટીને
 
રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં શ્રીસંત પહોંચતા ચર્ચા-વિચારણાઓ

અટલ સમાચાર, ડેસ્ક

સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડીની નવી સીઝન શરૂ થઈ ગઈ છે. શનિવારે તેનું પ્રીમિયર દર્શાવવામાં આવ્યુ હતુ, જેમાં હાલમાં જ બિગ બોસની સીઝન પૂર્ણ કરીને બહાર આવેલો શ્રીસંત પણ દેખાયો હતો. શ્રીસંતની ઉપસ્થિતિને લઈને પહેલા એપિસોડ બાદ ટ્વિટર પર જંગ છેડાઈ ગઈ છે.

એક યુઝરે સવાલ ઉઠાવ્યો છે કે, રોહિત શેટ્ટીને કઈ રીતે ખબર પડી કે શ્રીસંત બિગ બોસ હારી ગયો છે. ખતરોં કે ખિલાડી જુલાઈ-ઓગસ્ટ, 2018માં શૂટ થયુ અને બિગ બોસ સપ્ટેમ્બરમાં. એક અન્ય યુઝરે લખ્યું છે કે, શ્રીસંત છેલ્લાં 105 દિવસોથી બિગ બોસના ઘરમાં હતો, તો પછી કઈ રીતે તે પહેલા જ દિવસથી ખતરોં કે ખિલાડીમાં દેખાઈ શકે છે.

રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં શ્રીસંત પહોંચતા ચર્ચા-વિચારણાઓ

એક અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે, શ્રીસંતે સ્ટંટની હત્યા કરી છે. એક યુઝરે લખ્યું છે કે, હું ક્યારેય સ્ક્રિપ્ટેડ બિગ બોસ નહીં જોઈએ. બધું જ ફિક્સ હોય છે કે કોણ વિનર બનશે. જનતાના વોટથી કંઈ નથી થતું.

જણાવી દઈએ કે, શ્રીસંત બિગ બોસમાં બીજા નંબર પર રહ્યો છે. વિનરનું ટાઈટલ દીપિકા કક્કડે જીત્યું છે. શ્રીસંત બિગ બોસ બાદ હવે ખતરોં કે ખિલાડીમાં દેખાઈ રહ્યો છે. આ વખતે ખતરોં કે ખિલાડીમાં પુનીક પાઠક, આદિત્ય નારાયણ, ભારતી, હર્ષ લિંબાચિયા, વિકાસ ગુપ્તા, શ્રીસંત, અવિકા ગૌર, એલી ગની, શમિતા શેટ્ટી, જૈન ઈમામ, જાસ્મિન ભસીન અને રિદ્ધિમા પંડિત પોતાનું લક અજમાવી રહ્યા છે.