સિધ્ધપુરઃ કોરોના પોઝિટિવ વ્યક્તિએ પરિવારના અન્ય 1 સભ્યને ચેપ લગાડ્યો

અટલ સમાચાર, પાટણ જિલ્લામાં COVID-19નો પ્રથમ કેસ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા તે વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં એ જ ઘરમાં રહેતા ૫૧ વર્ષિય વ્યક્તિનો COVID-19ટેસ્ટ પણ પોઝિટિવ આવતાં જિલ્લામાં હવે કુલ ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા તે વ્યક્તિના રહેણાંકની આસપાસના વિસ્તારના ૯,૫૭૫ લોકોનું સઘન હેલ્થ સર્વેલન્સ
 
સિધ્ધપુરઃ કોરોના પોઝિટિવ વ્યક્તિએ પરિવારના અન્ય 1 સભ્યને ચેપ લગાડ્યો

અટલ સમાચાર, પાટણ

જિલ્લામાં COVID-19નો પ્રથમ કેસ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા તે વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં એ જ ઘરમાં રહેતા ૫૧ વર્ષિય વ્યક્તિનો COVID-19ટેસ્ટ પણ પોઝિટિવ આવતાં જિલ્લામાં હવે કુલ ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા તે વ્યક્તિના રહેણાંકની આસપાસના વિસ્તારના ૯,૫૭૫ લોકોનું સઘન હેલ્થ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું.

સિદ્ધપુર ખાતે નોંધાયેલ પ્રથમ COVID-19પોઝિટિવ વ્યક્તિએ બેદરકારી દાખવી પોતે મુંબઈથી આવ્યાનું છુપાવ્યું હતું. જેના પગલે તેની સાથે જ રહેતા તેના પરીવારના અન્ય એક વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગતાં તેમને ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. વાયરસ સંક્રમણની શક્યતાઓને ધ્યાને રાખી તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ૨૩ ટીમો દ્વારા ૧,૯૭૦ ઘરમાં સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ ચકાસવા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૯,૫૭૫ લોકોનું હેલ્થ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસના નિદાન માટે તા.૦૬ એપ્રિલના રોજ ૧૨ જેટલા ટેસ્ટ સેમ્પલ સહિત અત્યાર સુધીમાં કુલ ૬૨ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. અન્ય રાજ્યોમાંથી આવેલા કુલ ૫૦૮ વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં રાજસ્થાનમાં છુટક મજૂરી કરતાં અને વતન પરત ફરેલા પાટણ જિલ્લાના કુડેર ગામના ૦૨ વ્યક્તિઓએ હોમ કોરોન્ટાઈનનો ભંગ કરતાં તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા આ બંને શખ્સો સામે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ૧,૬૮૫ જેટલી ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેમાં તા.૦૬ એપ્રિલના રોજ ૫૧,૨૫૩ ઘરોની મુલાકાત લઈ ૨,૪૭,૭૦૧ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા ૧,૦૦૮ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.

નાગરીકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે પાટણ અને સિદ્ધપુર શહેરમાં શરૂ કરવામાં આવેલા ૧૨ જેટલા મહોલ્લા ક્લિનિકમાં ૩૬૨ જેટલા લોકોની પ્રાથમિક તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવી. જિલ્લાના કંટ્રોલરૂમ નં.૦૨૭૬૬-૨૩૪૨૯૫ પર ફોન કરી કોરોના વાયરસ અંગે માહિતી મેળવી શકાશે. ઉપરાંત તમામ તાલુકા ખાતે તૈયાર કરવામાં આવેલા કંટ્રોલરૂમ પરથી પણ માહિતી મેળવી શકાશે