ખેડબ્રહ્મા કોલેજમાં સપ્તધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા ડી.ડી. ઠાકર આર્ટસ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે સ્વર્ણિમ ગુજરાત વૈશ્વિક ગુજરાત ઉત્કૃષ્ટતા અભિયાન સપ્તધારા અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2018-19 ના બીજા સત્રમી સ્પર્ધા સોમવારના યોજાઈ હતી. જેમાં જ્ઞાનધારા, સર્જનાત્મક અભિવ્યક્તિ, કલા કૌશલ્ય ધારા, નાટ્ય ધારા, ખેલકૂદ, ગીત-સંગીત, સામુદાયિક સેવા વગેરે દ્વારા જુદી-જુદી ધારાઓની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વકૃત્વ સ્પર્ધા,
 
ખેડબ્રહ્મા કોલેજમાં સપ્તધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ડી.ડી. ઠાકર આર્ટસ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે સ્વર્ણિમ ગુજરાત વૈશ્વિક ગુજરાત ઉત્કૃષ્ટતા અભિયાન સપ્તધારા અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2018-19 ના બીજા સત્રમી સ્પર્ધા સોમવારના યોજાઈ હતી. જેમાં જ્ઞાનધારા, સર્જનાત્મક અભિવ્યક્તિ, કલા કૌશલ્ય ધારા, નાટ્ય ધારા, ખેલકૂદ, ગીત-સંગીત, સામુદાયિક સેવા વગેરે દ્વારા જુદી-જુદી ધારાઓની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વકૃત્વ સ્પર્ધા, લગ્ન ગીત, રંગોળી સ્પર્ધા, એક પાત્રીય અભિનય, કોથળા દોડ, લીંબુ ચમચી, સ્વચ્છતા અભિયાન વગેરે સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓનો સંસ્થાના આચાર્ય એન.ડી. પટેલ, સપ્તધારા કો-ઓર્ડીનેટર ડૉ.વી.સીય. નિનામા, ડૉ.કે.એન. બલોચ, ડૉ.એમ.કે.ખેર,ડૉ.એન.એમ. તાજપુરીયા, ગ્રંથપાલ હરપાલસિંહ ચૌહાણ વગેરે દ્વારા રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.