આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

સશસ્ત્ર સેના ધ્વજ દિન વર્ષ ૨૦૧૮-૧૯ અંતર્ગત સિધ્ધેશ્વરી મંદિર સેવા ટ્રસ્ટ કડા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે ૦૬ માર્ચના રોજ જિલ્લા કલેકટરને રૂ. ૨,૫૧,૦૦૦નો ફાળો આપ્યો હતો. જે ફાળો જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજદિનમાં જમા કરાવેલ છે. જે પ્રસંગે ટ્રસ્ટના સભ્યો કનુંભાઇ પટેલ, ઇશ્વરભાઇ પટેલ, ધર્મેન્દ્રભાઇ પટેલ, ગાંડાભાઇ, સોમાભાઇ ઉપસ્થિત રહ્યા હતા. સિધ્ધેશ્વરી ટ્રસ્ટ સામાજિક પ્રવૃતિઓ પણ કરે છે. મંદિર દ્વારા વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. વિધાર્થીઓને રાહત દરે નોટબુકની વિતરણ સહિત પૂનમના દિવસે મીઠાઇ સાથેનું ભોજન વિનામુલ્યે આપવામાં આવે છે તેમ ટ્રસ્ટી કનુંભાઇ પટેલની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code