સિધ્ધપુર: ડિઝલનું બારોબારીયું કરનારા 5ની અટકાયત, 23 લાખનો મુદામાલ ઝબ્બે

અટલ સમાચાર,સિધ્ધપુર પાટણ જીલ્લાના સિધ્ધપુર પાસેથી પોલીસે ડીઝલની ચોરી કરતા લોકોની અટકાયત કરાઇ છે. સિધ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન પોલીસેને મળેલ ખાનગી બાતમીને આધારે રાજધાની હોટલની બાજુમાં પડતર જગ્યામાં રેડ કરી હતી. જયાં ચૌહાણ અર્જુનજી બાબુજી રહે. સિધ્ધપુર રાજપુરા, આંબાવાડી, તા.સિધ્ધપુર, જી.પાટણ વાળો ટેન્કરોના ડ્રાઇવર સાથે મેળાપીપણું કરી ટેન્કરોના ડ્રાઇવરનો સંપર્ક કરી કાવતરૂ રચી
 
સિધ્ધપુર: ડિઝલનું બારોબારીયું કરનારા 5ની અટકાયત, 23 લાખનો મુદામાલ ઝબ્બે

અટલ સમાચાર,સિધ્ધપુર

પાટણ જીલ્લાના સિધ્ધપુર પાસેથી પોલીસે ડીઝલની ચોરી કરતા લોકોની અટકાયત કરાઇ છે. સિધ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન પોલીસેને મળેલ ખાનગી બાતમીને આધારે રાજધાની હોટલની બાજુમાં પડતર જગ્યામાં રેડ કરી હતી. જયાં ચૌહાણ અર્જુનજી બાબુજી રહે. સિધ્ધપુર રાજપુરા, આંબાવાડી, તા.સિધ્ધપુર, જી.પાટણ વાળો ટેન્કરોના ડ્રાઇવર સાથે મેળાપીપણું કરી ટેન્કરોના ડ્રાઇવરનો સંપર્ક કરી કાવતરૂ રચી ટેન્કરના વાલ્વ પર લગાડેલ લોક સીલ ખોલી ડીઝલની ચોરી કરી જેદા જુદા ગ્રાહકોને વેચી મોકલનાર તથા લેનાર કંપનીઓ સાથે વિશ્વાસઘાત કરતો હોવાની બાતમીને લઇ પોલીસે વોચ ગોઠવી હતી.

મળતી માહિતિ આધારે આર.આર.સેલ સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ સ્ટાફે વોચ ગોઠવી આ ઇસમોને પકડવા માટે સ્થાનિક પંચોને સાથે રાખી રેડ કરતા પાંચ ઇસમોની અટકાયત કરી છે. પોલીસે રાજધાની હોટલની બાજુમાં આવેલ જગ્યા ઉપર જઇ બાવળોની ઓથે એક ટેન્કર પડેલ હોઇ અને એક ઇસમ ટેન્કર પર ચડી વચ્ચેના ભાગનું ઢાંકણુ ખુલ્લું રાખી પાઇપ પકડી બેઠેલ હતો. તથા બીજા ચાર ઇસમો ટેન્કરની નીચે પાઇપ લગાડી કેરબામાં ડીઝલ કાઢતા હોવાથી તેમને જે તે સ્થિતિમાં બેસી રહેવા જણાવી તેમનું નામ પુછતાં પોતાનું નામ રમઝુભાઇ કાસમભાઇ સુમરા રહે. સિધ્ધપુર, ગુલીસ્તાપાર્ક સોસાયટી, તા. સિધ્ધપુર, કટારા દિનેશભાઇ કાળુભાઇ રહે. રૂપાખેડા,તા.ફતેપુરા, જી.દાહોદ, ચૌહાણ અર્જુનજી બાબુજી રહે. સિધ્ધપુર રાજપુરા ,આંબાવાડી, તા.સિધ્ધપુર,જી. પાટણ, લાલાજી શંકરજી ઠાકોર રહે. રાજપુરા,આંબવાડી,તા.સિધ્ધપુર તથા ઠાકોર મહેન્દ્ર વાલાજી રહે. સિધ્ધપુર રાજપુરા,આંબાવાડી,તા.સિધ્ધપુર,જી. પાટણ હોવાનું જાણવા મળતા પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે ટેન્કર ચાલકને હકીકત પુછતા તે પોતાના ટેન્કર ગાડીમાં ચંડીસર જી.આઇ.ડી.સી. મુકામેથી 12,000 લીટર ડીઝલ ભરી એન.એમ.એન્ડ કુ. એચ.પી.પેટ્રોલપંપ ખેડબ્રહ્મા, સાબરકાંઠા મુકામે ખાલી કરવા જવા નીકળેલ હોવાનું જણાવતા સદર ઇસમના ટેન્કરની બાજુમાં નીચે જોતા ત્રણ કેરબા પડેલ જેમાં આશરે 20-2૦ લીટર ના હોવાનું માલુમ પડતા કુલ 60 લીટર ડીઝલ એક લિટરની કિ. 70 લેખે કુલ 4200 નો મુદામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલ આરોપીઓ

1.રમઝુભાઇ કાસમભાઇ સુમરા રહે. સિધ્ધપુર,ગુલીસ્તાપાર્ક સોસાયટી,તા. સિધ્ધપુર
2.કટારા દિનેશભાઇ કાળુભાઇ રહે. રૂપાખેડા,તા.ફતેપુરા, જી.દાહોદ
3.ચૌહાણ અર્જુનજી બાબુજી રહે.રાજપુરા ,આંબાવાડી, તા.સિધ્ધપુર, જી. પાટણ 
4.લાલાજી શંકરજી ઠાકોર રહે. રાજપુરા,આંબવાડી,તા.સિધ્ધપુર
5.ઠાકોર મહેન્દ્ર વાલાજી રહે. સિધ્ધપુર રાજપુરા,આંબાવાડી,તા.સિધ્ધપુર,જી. પાટણ

સદર કેસમાં કટારા દિનેશ કાળુભાઇ, રમઝુભાઇ કાસમભાઇ સુમરા, ચૌહાણ અર્જુનજી બાબુજી, લાલાજી શંકરજી ઠાકોર અને મહેન્દ્રજી વાલાજી ઠાકોરની અટકાયત કરી કેરબા નંગ-6 માં ડીઝલ લીટર 115 કિ.રૂ. 8,050 તથા ત્રણ ખાલી ડબલા કિ.રૂ. 30 તથા મોબાઇલ નંગ-3 રૂ.3,000 હજાર તથા ટેન્કરમાં ભરેલ ડીઝલ લીટર 11960 કિ.રૂ. 8,37,200 તથા ટેન્કર કિંમત. 15,00,000 મળી કુલ રૂ.23,48,390નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.