સિદ્ધપુર: લોકડાઉનમાં ભૂખ્યા બાળકો સાથે ગરીબ યુવક પહોંચ્યો પોલીસ સ્ટેશન

અટલ સમાચાર,પાટણ લોકડાઉન વચ્ચે સિદ્ધપુરમાં એક ગરીબ ડ્રાઇવર ભુખની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. પાટણ જિલ્લામાં અત્યાર સુદીમાં 14 કોરોના વાયરસના પોઝિટિવ કેસ જોવા મળ્યાં છે. ગરીબ યુવક પરિવાર સાથે પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા પહોંચ્યો ત્યારે સ્થાનિક યુવકે વિડીયો ઉતાર્યો હતો. યુવકે ફરીયાદમાં ધંધા-વેપાર વગર સામગ્રીની અછત હોવાનો દાવો કર્યો
 
સિદ્ધપુર: લોકડાઉનમાં ભૂખ્યા બાળકો સાથે ગરીબ યુવક પહોંચ્યો પોલીસ સ્ટેશન

અટલ સમાચાર,પાટણ

લોકડાઉન વચ્ચે સિદ્ધપુરમાં એક ગરીબ ડ્રાઇવર ભુખની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. પાટણ જિલ્લામાં અત્યાર સુદીમાં 14 કોરોના વાયરસના પોઝિટિવ કેસ જોવા મળ્યાં છે. ગરીબ યુવક પરિવાર સાથે પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા પહોંચ્યો ત્યારે સ્થાનિક યુવકે વિડીયો ઉતાર્યો હતો. યુવકે ફરીયાદમાં ધંધા-વેપાર વગર સામગ્રીની અછત હોવાનો દાવો કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિદ્ધપુર શહેરમાં એક લાચાર યુવક પોલીસ સ્ટેશને પહોચ્યો હોવાનું સામે આવ્યુ છે. યુવક ભૂખ્યા બાળકો સાથે પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. ગરીબ ડ્રાઇવર ધંધા-વેપાર વગર સામગ્રીની અછત હોવાને કારણે હેરાન-પરેશાન થઇ ગયો હોવાનું સામે આવ્યુ છે. યુવકે સિદ્ધપુર શહેરના પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે, તેના ઘરમાં છેલ્લા 2 દિવસથી ચા પણ મળી શકી નથી. યુવકે સિદ્ધપુર ખાતેના પોલીસ સ્ટેશનમાં પોતાનો પરિવાર ભુખ્યો હોવાની પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લોકડાઉનમાં સેવાભાવી સંસ્થાઓ દ્રારા ગરીબોને જમાડવા સહિત રાશન કીટો આપવામાં આવી રહી છે. આ તરફ સિદ્ધપુરમાં જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપુત, ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ સહિતના નેતાઓ હોવા છતાં પણ ગરીબ જનતાની આજે અવદશા જોવા મળી છે. આ વાયરલ વીડિયોને લઇને તંત્ર દ્વારા ગરીબો સુધી ભોજન પહોંચાડવામાં આવી રહેલા દાવા સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે.