સિધ્ધપુરઃ નોમના દિવસે શ્રાદ્ધતર્પણ વિધિમાં યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો

અટલ સમાચાર સિધ્ધપુર (હર્ષલ ઠાકર) સિદ્ધપુરના પ્રસિદ્ધ માતૃગયા તીર્થ બિંદુ સરોવરમાં ગુરુવારે ભાદરવા વદ નોમ (ડોશી ઓની નોમ)ના દિવસે માતૃશ્રાદ્ધ માટે શ્રદ્ધાળુઓ દર વર્ષ કરતા ખૂબ જ ઓછા પ્રમાણમાં આવ્યા હતા. માતૃતર્પણની નગરી સિદ્ધપુરમાં પિતૃ માસ ભાદરવાની ડોશીઓની નોમના દિવસે શ્રાદ્ધતર્પણ વિધિમાં પણ કોરોના મહામારીની અસર જોવા મળી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
સિધ્ધપુરઃ નોમના દિવસે શ્રાદ્ધતર્પણ વિધિમાં યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો

અટલ સમાચાર સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

સિદ્ધપુરના પ્રસિદ્ધ માતૃગયા તીર્થ બિંદુ સરોવરમાં ગુરુવારે ભાદરવા વદ નોમ (ડોશી ઓની નોમ)ના દિવસે માતૃશ્રાદ્ધ માટે શ્રદ્ધાળુઓ દર વર્ષ કરતા ખૂબ જ ઓછા પ્રમાણમાં આવ્યા હતા. માતૃતર્પણની નગરી સિદ્ધપુરમાં પિતૃ માસ ભાદરવાની ડોશીઓની નોમના દિવસે શ્રાદ્ધતર્પણ વિધિમાં પણ કોરોના મહામારીની અસર જોવા મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડોશીઓની નોમના દિવસે ગત વર્ષ સુધી હજારોની સંખ્યામાં માતૃભક્તો સમગ્ર ભારત વર્ષમાંથી બિંદુ સરોવર ખાતે આવી તર્પણ પિંડદાન કરવા આવતા હતા. આ પરંતુ વર્ષે વર્તમાનમાં વિશ્વ વ્યાપી કોરોના વાયરસની મહામારીના કારણે ટ્રેન, બસ તેમજ વિમાન સેવા બંધ હોવાના કારણે પિંડદાન કરવા આવતા બહારથી યાત્રાળુઓની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.

સિધ્ધપુરઃ નોમના દિવસે શ્રાદ્ધતર્પણ વિધિમાં યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો

જેનાથી માતૃતર્પણની વિધિ કરાવતા બ્રાહ્મણોની આવક ઉપર પણ માઠી અસર જોવા મળી હતી. કોરોના મહામારીને લઈ સિદ્ધપુરના કર્મકાંડી બ્રાહ્મણો કફોડી હાલતમાં મુકાયા છે.