આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર આંગડીયા લૂંટ કેસમાં ઝડપાયેલા બે ઇસમો મધરાત્રે સબજેલમાંથી ફરાર થઇ જતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ થોડાક સમય પહેલાં આંગડીયા લૂંટ કેસમાં ઝડપેલા બે આરોપીઓને સબજેલ મોકલવામાં આવ્યા હતા. જોકે ગઇકાલે રાત્રીના સમયે ફરજ પરના પોલીસ કર્મી સાથે જેલમાં જ સેટીંગ પાડી તેમનું બાઇક બાઇક લઇ ઇસમો નાસી છુટ્યા હતા. ઘટનાને લઇ એસપી સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા બાદ જીલ્લાભરમાં ઇસમોને ઝડપી લેવા નાકાબંધી કરવામાં આવી છે. આ તરફ હવે ફરજ પરના 2 પોલીસકર્મી સામે પોલીસ ફરીયાદ પણ નોંધવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિદ્ધપુરમાં થોડા સમય અગાઉ બનેલા આંગડિયા પેઢીની લૂંટમાં પકડાયેલા આરોપીઓ સબજેલમાંથી ભાગી જવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આંગડીયા લૂંટ કેસમાં ઝડપાયેલા દેવુસિંહ ચૌહાણ અને ઉપેન્દ્રસિંહ ચૌહાણ સિદ્ધપુર સબજેલ હતા. ગઇકાલે બુધવારે મધરાત્રે ફરજ બજાવી રહેલા એએસઆઇ જગદિશભાઇ પુનાભાઇ અને અ.પો.કો જગદિશસિંહ નાનજીભાઇ સાથે સેટીંગ કરી નાસી છૂટ્યા હતા. આ તરફ બંને પોલીસકર્મીઓના મેળાપીપણાથી આ ઇસમો ભાગ્યા હોઇ અશોકકુમાર નામના કર્મચારીએ બંને સામે પોલીસ કર્મચારી સામે ફરીયાદ નોંધાવી છે.

સમગ્ર મામલે સિધ્ધપુર DySP સી.એલ.સોલંકીએ જણાવ્યું હતું કે, બંને આરોપીઓ ફરાર થવાની ઘટનામાં ફરાર ઇસમો સહિત ફરજ પરના બંને ગાર્ડની સામે પણ પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે બંને ફરાર ઇસમોને ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે અશોકકુમાર નામના પોલીસકર્મીએ બંને પોલીસકર્મી અને ફરાર ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ 221, 224, 225A, 120B મુજબ ગુનો નોંધાવતાં સમગ્ર કેસની તપાસ હાલ PI આર.કે.અમીન ચલાવી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code