આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર પંથકમાંથી જાહેરમાં 10થી વધુ કથિત ભૃણ મળી આવ્યાની ઘટનાને લઇ હડકંપ મચી ગયો છે. આજે સવારે ગામના છોકરાઓ ભેંસો ચરાવતાં હોઇ ઢગલામાં પ્લાસ્ટીકની બોટલો જોઇ અંદર કથિત ભૃણ જેવા આકારનું બાયોમેડિકલ વેસ્ટ જણાતાં તાત્કાલિક સ્થાનિકોને જાણ કરાઇ હતી. જે બાદમાં કાકોશી પોલીસને જાણ કરવામાં આવતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મળેલાં ભૃણને ફોરેન્સિક રીપોર્ટ અને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે. સ્થાનિકોનું માનીએ તો નજીકની જ કોઇ હોસ્પિટલમાં ગેરકાયદેસર કથિત રીતે ભ્રૃણ હત્યા કરી અહીં ફેંકી દેવાયાનું ચર્ચાઇ રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુરના તાવડીયા નજીકથી 13 જેટલી પ્લાસ્ટીકની બોટલોમાં કથિત નવજાતના અંગો મળી આવ્યાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે સવારના સમયે ગામના છોકરાઓ ભેંસો ચરાવતી વખતે આ બોટલો જોતાં પોલીસને જાણ કરાઇ હતી. ગામની સીમમાં આવી રીતે જાહેરમાં પ્લાસ્ટીકની બોટલોમાં કથિત ભૃણ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ નજીકની કોઇ હોસ્પિટલમાં ગેરકાયદેસર કથિત ભૃણ હત્યા કરી તેઓને અહીં ફેંકાયા હોઇ શકે છે. જોકે હજી સુધી આ પ્લાસ્ટકીને બોટલો કોણે અને ક્યારે અહીં ફેંકી તે મામલે વધુ વિગતો સામે આવી નથી. ઘટનાને લઇ કાકોશી પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર મામલે કાકોશી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI પ્રકાશપુરી ગૌસ્વામીને પુછતાં જણાવ્યું હતુ કે, પોલીસને ઘટનાની જાણકારી મળતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યાં આ બાયોમેડિકલ વેસ્ટ અને એક બોટલમાં કથિત ભૃણ જેવા નવજાતના અવશેષો મળ્યાં હોઇ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે. આ સાથે આરોગ્ય અધિકારીઓ દ્રારા પણ એવુ જ અનુમાન લગાવાયુ છે કે, આ કથિત ભૃણને કયા કારણોસર આવી રીતે અહીં ફેંકાયા ? અને તેમાં કોઇ ખોડખાંપણ હતી કે નહી ? આ સમગ્ર સવાલોના જવાબ ફોરેન્સિક રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકે છે. આ તરફ હવે ફોરેન્સિક રીપોર્ટ આવ્યા બાદ જ આ મામલે જો આરોપીઓ જણાય તો તેમની સામે નહીં તો અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ કરવામાં આવશે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code