વેપારઃ કોરોના સંકટ વચ્ચે આજે ચાંદીના ભાવમાં થયો આટલો વધારો

અટલ સમાચાર, ડેસ્ક વૈશ્વિક બજારમાં માર્ચ બાદ સોના-ચાંદીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. અહીં ગત એક અઠવાડિયામાં સોનામાં 4.6 ટકા ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં 15 ટકા ઘટાડો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડૉલરમાં મજબૂતી અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને અનિશ્ચિતતાની સ્થિતિને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
વેપારઃ કોરોના સંકટ વચ્ચે આજે ચાંદીના ભાવમાં થયો આટલો વધારો

અટલ સમાચાર, ડેસ્ક

વૈશ્વિક બજારમાં માર્ચ બાદ સોના-ચાંદીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. અહીં ગત એક અઠવાડિયામાં સોનામાં 4.6 ટકા ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં 15 ટકા ઘટાડો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડૉલરમાં મજબૂતી અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને અનિશ્ચિતતાની સ્થિતિને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે શનિવારે સપ્તાહના છેલ્લા દિવસે એક કિલો ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો સુધારો થતાં ચાંદી ચોરસા 58,300 રૂપિયા અને ચાંદી રુંપુનો ભાવ 58,100 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 57,500 રૂપિયા અને ચાંદી રુપું 57,300 રૂપિયાના ભાવે રહી હતી.

વેપારઃ કોરોના સંકટ વચ્ચે આજે ચાંદીના ભાવમાં થયો આટલો વધારો
જાહેરાત

આ ઉપરાંત અમદાવાદમાં આજે શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સ્ટાન્ડર્ડ (99.9) 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,100 રૂપિયાના ભાવે રહ્યા હતા. જોકે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થતાં સ્ટાન્ડર્ડ (99.9) 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,100 રૂપિયાના ભાવે રહ્યા હતા. 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ પણ 50,275 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યો હતો.

દિલ્હીમાં સપ્તાહમાં સોનામાં રૂ.2000 રૂપિયા અને ચાંદીમાં રૂ.9000નો કડાકો દિલ્હી ઝવેરી બજારમાં અઠવાડિયાની દ્રષ્ટીએ જોવામાં આવે તો સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 9,000 રૂપિયા ઘટ્યો છે. બ્રોકરેજ હાઉસિસનું કહેવું છે કે સોનાનો ભાવ 49,250 રૂપિયાની નીચે આવી જવાનો મતલબ છે કે હવે તે 48,900થી 48,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરશે.