સીને જગતઃ જન્મ દિવસે અક્ષય કુમારે શેર કર્યુ પહેલી ફિલ્મનું ટિઝર

અટલ સમાચાર, ડેસ્ક બોલીવુડના ખેલાડી અક્ષય કુમારનો આજે 9 સપ્ટેમ્બરે બર્થ ડે છે. તેમના 52માં બર્થ ડે પર ખેલાડી અક્ષય કુમારે એક મોટી અનાઉસમેન્ટ કરી છે. તેમણે પોતાના ચાહકોને ગિફ્ટ દેતા તેમની અપકમિંગ ફિલ્મ પૃથ્વીરાજનું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરને શેર કરતી વખતે અક્ષયે લખ્યુ કે, પોતાના બર્થ ડે પર ખુશી સાથે હું મારી
 
સીને જગતઃ જન્મ દિવસે અક્ષય કુમારે શેર કર્યુ પહેલી ફિલ્મનું ટિઝર

અટલ સમાચાર, ડેસ્ક

બોલીવુડના ખેલાડી અક્ષય કુમારનો આજે 9 સપ્ટેમ્બરે બર્થ ડે છે. તેમના 52માં બર્થ ડે પર ખેલાડી અક્ષય કુમારે એક મોટી અનાઉસમેન્ટ કરી છે. તેમણે પોતાના ચાહકોને ગિફ્ટ દેતા તેમની અપકમિંગ ફિલ્મ પૃથ્વીરાજનું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરને શેર કરતી વખતે અક્ષયે લખ્યુ કે, પોતાના બર્થ ડે પર ખુશી સાથે હું મારી પહેલી ઐતિહાસિક ફિલ્મનું પોસ્ટર શેર કરી રહ્યો છું. ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ મારી સૌથી મોટી ફિલ્મોમાંથી એક’ આ ફિલ્મનું પ્રોડક્શન યશ રાજ ફિલ્મના હાથોમાં છે, જ્યારે આ ફિલ્મનું નિર્દેશન ડો ચંદ્રપ્રકાશ દ્રિવેદી કરી રહ્યાં છે.

સીને જગતઃ જન્મ દિવસે અક્ષય કુમારે શેર કર્યુ પહેલી ફિલ્મનું ટિઝર
file photo

અક્ષયે એક ઇન્ટરવ્યુહમાં કહ્યુ કે, “હિંદુસ્તાનના ઇતિહાસના સૌથી બહાદુર અને નિડર રાજા પૃથ્વીરાજ ચૌહાણનું અભિનય કરવો મારા માટે ખુબ જ ગર્વની વાત છે. જે મુલ્યો અને સંસ્કૃતિને કારણે ભારતની ઓળખ છે. તેમનો પ્રચાર પ્રસાર કરવા માટે નાયકોની ગાથાઓને અમર બનાવવા તેમજ તેમના વિશે લોકોને જણાવવુ એ અમારી જવાબદારી છે, ફિલ્મ પૃથ્વીરાજેે એક અમારો પ્રયત્ન છે, તેમની નિર્ભયતા અને તેમના હોસલાને દુનિયાની સામે લાવવાનો. મારા જન્મદિવસ પર આ ફિલ્મની ઘોષણા થઇ છે તેથી તે મારા માટે ખાસ થઇ ચુકી છે.”

સીને જગતઃ જન્મ દિવસે અક્ષય કુમારે શેર કર્યુ પહેલી ફિલ્મનું ટિઝર

આ ફિલ્મ સાથે જ અક્ષય જલ્દી જ ફિલ્મ ગુડ ન્યુઝમાં જોવા મળશે, આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કરિના કપુર અને કિયારા અડવાણી અને દિલજીત દોસાંજ લીડ રોલમાં જોવા મળશે. અક્ષયની લાસ્ટ ફિલ્મ મિશન મંગલની વાત કરીએ તો, આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે, તેમજ હજુ પણ આ ફિલ્મની કમાણી ચાલુ છે. ફિલ્મમાં અક્ષય કુમાર, વિધા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા અને શરમન જોષી લીડ રોલમાં છે.