આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સિરોહી

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો પોતાના ઘરમાં જ કેદ છે. આ તરફ સિરોહીમાં આરોગ્યકર્મીઓ માટેની કીટ અને અન્ય જરૂરી સાધન-સામગ્રી માટે રૂ. 10 લાખનું દાન આપવામાં આવ્યુ છે. રોટરી મેનેજમેન્ટ સંસ્થાના અધ્યક્ષ રતન દેવાસી દ્રારા આ રકમ જાહેર કરવામાં આવી છે. તેમણે 5 લાખ મુખ્યમંત્રી રાહતફંડમાં, 3 લાખ ઝાલોર જીલ્લા સહાયતા ફંડમાં અને 2 લાખ સિરોહી જીલ્લા સહાયતા ફંડમાં એક કુલ ૧૦ લાખ સહાય જાહેર કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનના સિરોહીમાં રોટરી મેનેજમેન્ટ કમિટી સંસ્થાના અધ્યક્ષ રતન દેવાસીએ આરોગ્યકર્મીઓની કીટ માટે ૧૦ લાખનું દાન જાહેર કર્યુ છે. આઇએએસ અધિકારી ડો.રવિન્દ્ર ગોસ્વામી તેમજ ઝાલોર કલેક્ટરને ચેક અને પત્રો મોકલી આપ્યા છે. આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી ડો.પ્રકાશ દવે, સભ્યો જીતેન્દ્ર આચાર્ય, મહેન્દ્ર કાબરા, કશ્યપ જાની, અનૂપ વાસવાણી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોરોનામાં અન્ય કામોના ઉપયોગ માટે વિવિધ સ્થળોએ 1 લાખ રૂપિયા સામગ્રી માટે, 3 લાખ રૂપિયા તેમજ બીજી 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી.

નોંધનિય છે કે, અગાઉ સિરોહી જિલ્લામાં રહેવાસી અને સામાજિક કાર્યકર સુધીર જૈન, આઈ.એ.એસ. અધિકારી ડો.રવિન્દ્ર ગોસ્વામી સાથે મળીને ભામાશાહની સહાયથી કર્મચારીઓને પી.પી.આઈ. સુટ્સ ઉપલબ્ધ કરાવ્યા હતા. આ ઉપરાંત દેવાસીએ પોતાની અને અન્ય સંસ્થાઓ સાથે મળીને કોરોના રોગચાળા સામે લડવા માટે અત્યાર સુધીમાં 18 લાખ રૂપિયા પૂરા પાડ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code