આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણા LCBની ટીમે જોટાણામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક ઇસમ પોતાના ખેતરમાં બોરડી ઓરડીમાં દારૂ ભરી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતાં LCBએ કાર્યવાહી કરી હતી. ગઇકાલે સાંજના સમયે ચોક્કસ બાતમી આધારે પંચોને સાથે રાખી મહેસાણા LCBની ટીમે ખેતરમાં બોરની ઓરડીમાંથી 85,480નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે એક ઇસમ ઝડપાઇ ગયો તો અન્ય ઇસમ હાજર ન હોઇ તેની શોધખોળ હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB PSI એસ.ડી.રાતડાની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, લાલસિંહ ઝાલા(જોટાણા-મૂળ.કટોસણ) અને હસમુખ પટેલ (જોટાણા) વાળો ભેગા મળી વિદેશી દારૂનો વેપાર ધંધો કરે છે. આ સાથે વિદેશી દારૂનો જથ્થો હાલ હસમુખ પટેલના જોટાણાથી રાનીપુરા ગામ તરફ જતાં રોડ પર આવેલ બોરની ઓરડીમાં રાખેલ છે. જેથી ચોક્કસ બાતમી હોઇ તાત્કાલિક રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા LCBની ટીમ કોરોનાકાળ પણ દારૂ બાબતે સક્રિય રહેતાં પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણા LCBએ જોટાણાથી વિદેશી દારૂની બોટલ નંગ-521 કિ.રૂ.85,480, મોબાઇલ નંગ-1 કિ.રૂ.500 મળી કુલ કિ.રૂ.85,980નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે સ્થળ પરથી હસમુખ પટેલને ઝડપી પાડ્યો હતો. આ સાથે ફરાર લાલસિંહ ઝાલાની શોધખોળ હાથ ધરી બંને સામે સાંથલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. સાંથલ પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116-B, 81 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code