આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

વડગામમા એકસાથે 15 મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ થયો હતો. તસ્કરોએ રહીશોમાં તરખાટ મચાવતાં ખળભળાટ મચી ગયો છે. બંધ મકાનો અને જૈન દેરાસરના તાળા તોડ્યાં બાદ કંઈ હાથ ના લાગતા ચોરો વિલા મોઢે પાછા ફર્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ડાલવાણા ગામે ગત રાત્રિના સમયે ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. એકસાથે ૧૫ બંધ મકાનો અને જૈન દેરાસરના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો. જોકે મકાન માલિકો ધંધા અર્થે બહાર રહેતા હોઇ તસ્કરોના હાથે કંઈ ખાસ આવ્યું ન હતું. બંધ મકાનોમાં પડેલ માલમત્તાની ચોરી કરી પલાયન થયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામમાં તસ્કરો શુક્રવારે રાત્રે 15 મકાનો તેમજ એક જૈન દેરાસરમાં ઘૂસ્યા હતા. અંદર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરાયો હતો પરંતુ મકાનો બંધ હોવાથી ચોરોને વિલા મોઢે પાછા ફરવું પડ્યું હતું. બંધ મકાનમાં પડેલ માલમત્તા સાથે અંદાજીત 15 થી 20 હજારની ચોરી કરી રફૂચક્કર થઈ ગયા હતા.

મહત્વનું છે કે, ડાલવાણા ગામમાં છેલ્લા ચારથી પાંચ મહિનામાં ત્રીજીવાર બંધ મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાયો છે.

વારંવાર ચોરી થી  જાણભેદુ હોવાની આશંકા

શુક્રવારની રાત્રે જૈન, રાજપુત,સહીતના બંધ મકાનના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. વારંવાર ડાલવાણાને નિશાન બનાવતાં ચોર ટોળકી કોઇ જાણભેદુ હોવાની ગ્રામજનોમાં શંકા ઉપજી છે. પોલીસ દ્વારા ડાલવાણામાં પેટ્રોલિંગ શરૂ કરાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code