વિશ્વમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કેસ 14 લાખને પાર, 81 હજારના મોત

અટલ સમાચાર, ડેસ્ક વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ 14,10,095 થઈ ગયા છે. અત્યાર સુધીમાં 81,010લોકોએ જીવ ગુમાવ્યા છે. 300,739 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં અહીં 385,985 કેસ નોંધાય છે અને 12,230 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 18,981 કેસ નોંધાયા છે
 
વિશ્વમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કેસ 14 લાખને પાર, 81 હજારના મોત

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ 14,10,095 થઈ ગયા છે. અત્યાર સુધીમાં 81,010લોકોએ જીવ ગુમાવ્યા છે. 300,739 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં અહીં 385,985 કેસ નોંધાય છે અને 12,230 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 18,981 કેસ નોંધાયા છે અને 1371 લોકોના જીવ ગયા છે, ન્યૂયોર્કમાં શટડાઉન 15 દિવસ સુધી લંબાવાયું છે. ચીનમાં પહેલીવાર એકપણ મોત થયું નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાના સંક્રમણને રોકવા માટે જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ કરાઈ છે. સ્પેનમાં એક દિવસમાં 556 લોકોના મોત, આ સાથે અહીં કુલ કેસ 140,511 લાખ અને મૃત્યુઆંક 13897 નોંધાયા છે. બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં ઈટાલીમાં વધુ 604 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 17,127 થયો છે. 3,039 નવા કેસ સામે આવ્યા છે. ફ્રાંસમાં કોરોનાને લીધે મૃત્યુઆંકમાં અકલ્પનીય વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ફ્રાંસમાં 1,417 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈગ્લેડ પણ કોરોના સામે લગભગ નિસહાયની સ્થિતિમાં છે. અહીં 786 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 6,159 થયો છે. આ ઉપરાંત બેલ્જિયમમાં 403 લોકોના મોત થયા છે.