સાંતલપુર જીઆઇડીસી ઉભી કરાવવા સામાજીક કાર્યકરે છેવટે અન્ન-જળનો ત્યાગ કર્યો: રાધનપુરમાં ધરણા

અટલ સમાચાર,રાધનપુર સાંતલપુર-રાધનપુરમાં વર્ષ ર૦૦૭ – ૦૯ દરમ્યાન શરૂ થયેલી જીઆઇડીસી બનાવવાની વાતો કાગળ ઉપર રહી છે. આથી સ્થાનિક સામાજીક કાર્યકર સુધીર ઠકકરે અનેક રજુઆતોને અંતે અન્ન-જળનો ત્યાગ કર્યો છે. વાઇબ્રન્ટ સમિટમાં રજૂઆત કરવાની તક નહી મળતા શરૂઆતમાં નજરકેદ કરાયા બાદ રાધનપુર મામલતદાર કચેરીમાં ધરણા ઉપર બેસી અનિચ્છિત મુદતની ભુખ હડતાળ શરૂ કરી છે. જેના
 
સાંતલપુર જીઆઇડીસી ઉભી કરાવવા સામાજીક કાર્યકરે છેવટે અન્ન-જળનો ત્યાગ કર્યો: રાધનપુરમાં ધરણા

અટલ સમાચાર,રાધનપુર

સાંતલપુર-રાધનપુરમાં વર્ષ ર૦૦૭ – ૦૯ દરમ્યાન શરૂ થયેલી જીઆઇડીસી બનાવવાની વાતો કાગળ ઉપર રહી છે. આથી સ્થાનિક સામાજીક કાર્યકર સુધીર ઠકકરે અનેક રજુઆતોને અંતે અન્ન-જળનો ત્યાગ કર્યો છે. વાઇબ્રન્ટ સમિટમાં રજૂઆત કરવાની તક નહી મળતા શરૂઆતમાં નજરકેદ કરાયા બાદ રાધનપુર મામલતદાર કચેરીમાં ધરણા ઉપર બેસી અનિચ્છિત મુદતની ભુખ હડતાળ શરૂ કરી છે. જેના પગલે પાટણ જીલ્લા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે.

પછાત ગણાતા રાધનપુર અને સાંતલપુર વિસ્તાર માટે છેલ્લા કેટલાંક સમયથી જીઆઇડીસી ઉભી કરાવવા સ્થાનિક આગેવાનો દોડધામ કરી રહયા છે. તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન વખતે ફાસ્ટટેકમાં આવેલી ફાઇલ કેટલાક કારણોસર અભેરાઇએ ચડી ગઇ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી જીઆઇડીસીની ફાઇલ મંજુર કરાવી રોજગારીની તકો ઉભી કરાવવા મથામણ ચાલુ છે. અનેકવારની રજુઆતો છતાં મામલો હલ નહી થતાં સ્થાનિક સામાજીક કાર્યકર સુધીર ઠકકરે વાઇબ્રન્ટ સમિટમાં રજુઆત કરવાનું જાહેર કર્યુ હતુ. જેમાં રાજય સરકારની છાપ બગડતી હોવા સહિતના કારણોસર તંત્રએ શરૂઆતમાં નજરકેદ કર્યા હતા. આ પછી કાર્યકરે રાધનપુર મામલતદારને આવેદનપત્ર આપી અનિચ્છિત મુદત માટે ભુખ હળતાલ શરૂ કરી દીધી છે. શુકવારે સવારે ૧૧ વાગ્યે સામાજીક કાર્યકર સુધિર ઠકકરે અન્ન-જળનો ત્યાગ કરતા નજીકના આગેવાનો મામલતદાર કચેરી દોડી આવી રહયા છે.