આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ગાંધીનગર

સોહરાબુદ્દીન કેસમાં સત્યનો વિજય થયો છે : નિતીન પટેલ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્ટાઉન્ટ કેસમાં ખાસ CBI અદાલતે આપેલા ચુકાદાને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આવકાર્યો છે. તેમજ આ કેસમાં અમારા નેતાઓને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે અને સત્યનો વિજય થયો હોવાનું તેમણે જણાવ્યું છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, નકલી એન્કાઉન્ટર કેસમાં 22 જેટલા પોલીસ અધિકારીઓને નિર્દોશ છોડી મુકવામાં આવ્યા છે.

ગુજરાતની સરકારે આતંકવાદી, દેશ વિરોધી તત્વો સામે હંમેશા કડક પગલા લીધા છે. અક્ષરધામ હુમલો, અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ સહિત દેશ વિરોધ બનાવમાં સંડોવાયેલા લોકોનો પક્ષ લઈને ભાજપના નેતાઓને બદનામ કરવા માટે વિરોધપક્ષ અને NGOઓએ કાવતરુ ઘડ્યું હતું. તે નિષ્ફળ રહ્યું છે. કોર્ટના ચુકાદાથી પોલીસ અધિકારીઓને માન સન્માન પરત મળ્યું છે.વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની દેશભક્તિને ધ્યાનમાં રાખીને પ્રજાએ ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપને આપી હતી. તેમજ એક વર્ષ પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ વિવિધ આક્ષેપો અને આંદોલનના નામે ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગુજરાતની પ્રજાએ ભાજપ ઉપર પોતાનો વિશ્વાસ યથાવત રાખ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code