સોહરાબુદ્દીન કેસ: સીબીઆઈ કોર્ટે 16ને નિર્દોષ જાહેર કર્યા

અટલ સમાચાર, ડેસ્ક કોર્ટે સીબીઆઈના આરોપપત્રમાં સામેલ 38 લોકોમાંથી 16ને પુરાવાના અભાવે આરોપમુક્ત જાહેર કર્યા છે. સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટ કેસમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. સીબીઆઈ કોર્ટે નોધ્યું કે, પુરાવાઓથી એવું સાબિત નથી થતું કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર એક કાવતરું અને હત્યા હતી. કોર્ટે એમ પણ નોંધ્યું કે પુરાવાઓ પૂરતાં નથી. તુલસી
 
સોહરાબુદ્દીન કેસ: સીબીઆઈ કોર્ટે 16ને નિર્દોષ જાહેર કર્યા

અટલ સમાચાર, ડેસ્ક
કોર્ટે સીબીઆઈના આરોપપત્રમાં સામેલ 38 લોકોમાંથી 16ને પુરાવાના અભાવે આરોપમુક્ત જાહેર કર્યા છે. સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટ કેસમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. સીબીઆઈ કોર્ટે નોધ્યું કે,  પુરાવાઓથી એવું સાબિત નથી થતું કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર એક કાવતરું અને હત્યા હતી. કોર્ટે એમ પણ નોંધ્યું કે પુરાવાઓ પૂરતાં નથી. તુલસી પ્રજાપતિ કેસમાં કોર્ટે કહ્યું કે કાવતરું ઘડીને તેની હત્યા કરવામાં આવી છે તે સાચું નથી. સોહરાબુદ્દીન કેસમાં તમામ 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે.

જજ એસ જે શર્માએ પોતાના આદેશમાં કહ્યું કે અમને એ વાતનું દુ:ખ છે કે ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. પરંતુ કાયદામાં આરોપ સાબિત કરવા માટે પુરાવાઓની જરૂર રહેતી હોય છે. સીબીઆઈ આ વાત સાબિત ન કરી શકી કે પોલીસવાળાઓએ સોહરાબુદ્દીનને હૈદરાબાદથી કિડનેપ કર્યો હતો આ વાતનો કોઈ પુરાવો નથી.