ઉત્તર ગુજરાત: હિન્દુ સંગઠનના ઉમેદવારોથી ભાજપના મતોમાં ગાબડું પડશે

અટલ સમાચાર, મહેસાણા લોકસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં બે સૌથી મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હવે થનગની રહ્યા છે. જોકે આ વખતે વિવિધ હિન્દુ સંગઠનના ઉમેદવારો પણ જંગમાં ઝંપલાવી રહ્યા છે. જેનાથી ઉગ્રવાદી હિન્દુ વિચારસરણીને અનુસરતા મતદારોમાં ભાજપને ગાબડું પડવાની પ્રબળ સંભાવના છે. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા પ્રવીણ તોગડિયાની પાર્ટી સાથે અનેક પાર્ટીના હિન્દુ
 
ઉત્તર ગુજરાત: હિન્દુ સંગઠનના ઉમેદવારોથી ભાજપના મતોમાં ગાબડું પડશે

અટલ સમાચાર, મહેસાણા

લોકસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં બે સૌથી મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હવે થનગની રહ્યા છે. જોકે આ વખતે વિવિધ હિન્દુ સંગઠનના ઉમેદવારો પણ જંગમાં ઝંપલાવી રહ્યા છે. જેનાથી ઉગ્રવાદી હિન્દુ વિચારસરણીને અનુસરતા મતદારોમાં ભાજપને ગાબડું પડવાની પ્રબળ સંભાવના છે.

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા પ્રવીણ તોગડિયાની પાર્ટી સાથે અનેક પાર્ટીના હિન્દુ આગેવાનો ઉમેદવાર બની રહ્યા છે. જેમાં કેટલાકે ઉમેદવારી નોંધાવી દીધી તો કેટલાક ફોર્મ ભરવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપની ચિંતા વધી ગઈ છે.

આ સાથે સામાજીક સમીકરણમાં કોંગ્રેસે ટિકીટ ફાળવ્યા બાદ વિવિધ પ્રતિક્રિયા બહાર આવી રહી છે. આનાથી મહેસાણા અને પાટણમાં ઠાકોર આગેવાનો અપક્ષ ઉમેદવારી કરવા મથી રહ્યા છે. જ્યારે બનાાકાંઠા અને સાબરકાંઠામાં પણ ઓબીસી ઉમેદવારો વિવિધ કારણોસર ફોર્મ ભરવાની તૈયારી કરી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને એકબીજા સામે લડવાની સાથે મતોમાં ગાબડું પડે તેની ઉપર વિચાર કરી લડત આપવાની ફરજ પડી છે.