સોમનાથની જેમ અંબાજી મંદિર વિસ્તારમાં નોનવેજના વેચાણમાં પ્રતિબંધ

અટલ સમાચાર, પાલનપુર સોમનાથ મહાદેવ મંદિરની જેમ બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તાર માટે ખાણીપીણીની ચીજવસ્તુઓના વેચાણમાં કેટલાક પ્રતિબંધો આવ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા નોન વેજીટેરીયન ચીજવસ્તુઓના વેચાણમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓની લાગણીઓ ના દુભાય તે માટે ઇંડા, માંસ, મટન,મચ્છીના વેચાણ તેમજ સંગ્રહ ઉપર નિયંત્રણ લાદવા જિલ્લા કલેક્ટરને અવાર રજુઆતો મળતી હતી.
 
સોમનાથની જેમ અંબાજી મંદિર વિસ્તારમાં નોનવેજના વેચાણમાં પ્રતિબંધ

અટલ સમાચાર, પાલનપુર

સોમનાથ મહાદેવ મંદિરની જેમ બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તાર માટે ખાણીપીણીની ચીજવસ્તુઓના વેચાણમાં કેટલાક પ્રતિબંધો આવ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા નોન વેજીટેરીયન ચીજવસ્તુઓના વેચાણમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓની લાગણીઓ ના દુભાય તે માટે ઇંડા, માંસ, મટન,મચ્છીના વેચાણ તેમજ સંગ્રહ ઉપર નિયંત્રણ લાદવા જિલ્લા કલેક્ટરને અવાર રજુઆતો મળતી હતી.

આથી જિલ્લા મેજીસ્ટ્રેટરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ડબલ્યુ)(૨) અન્વયે મળેલ સત્તાની રૂએ સમગ્ર અંબાજી ગ્રામ પંચાયત હદ વિસ્તાર તથા ગબ્બર પર્વત વિસ્તાર અને કોટેશ્વર વિસ્તારમાં ઇંડા, માંસ, મટન, મચ્છીના વેચાણ તેમજ સંગ્રહ ઉપર હંગામી ધોરણે પ્રતિબંધ ફરમાવાયો છે.આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ સજા/દંડને પાત્ર રહેશે.
આ સાથે જાહેરનામાની વિગત જાહેર વિસ્તારોમાં સહેલાઇથી દેખી શકાય તેવી જગ્યાએ સાઇન બોર્ડ લગાવવાની
કાર્યવાહી ગ્રામ પંચાયત અંબાજી દ્વારા કરવા આદેશ થયા છે.