સોની@ભાભરઃ 18 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

અટલ સમાચાર, ભાભર બનાસકાંઠાના ભાભર ખાતે મંગળવારે મોડી સાંજે લૂંટની ચોંકાવનારી ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો. વેપારી પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ થતાં ભાભરમાં ચકચાર મચી ગઇ હતી. જોકે પોલીસે આ લૂંટ કેસનો ભેદ ઉકેલી દીધા બાદ આરોપીઓને સાથે રાખી કેસની સનસનીખેજ વિગતો રજૂ કરી હતી. આ ચકચારી ઘટનાની વિગતો મુજબ ભાભરની
 
સોની@ભાભરઃ 18 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

અટલ સમાચાર, ભાભર

બનાસકાંઠાના ભાભર ખાતે મંગળવારે મોડી સાંજે લૂંટની ચોંકાવનારી ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો. વેપારી પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ થતાં ભાભરમાં ચકચાર મચી ગઇ હતી. જોકે પોલીસે આ લૂંટ કેસનો ભેદ ઉકેલી દીધા બાદ આરોપીઓને સાથે રાખી કેસની સનસનીખેજ વિગતો રજૂ કરી હતી.

આ ચકચારી ઘટનાની વિગતો મુજબ ભાભરની સોની બજારમાં સોના-ચાંદીની દુકાન ધરાવતા સગાળચંદ ધારશીભાઇ ઠક્કર ગત રવિવારે સાંજે દુકાન વધાવી ઘર તરફ જઈ રહ્યા હતા. એ વખતે ભાભરના આઝાદ ચોક પાસે ડબલ સવારીમાં આવેલા બાઇક સવારો સગાળચંદ ઠક્કર પાસથી સોના તેમજ ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત આશરે ૧૮ લાખનો મુદ્દામાલ ભરેલ થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી ચોંકી ઉઠેલા પીડિત વેપારીએ બૂમાબૂમ કરી મુકી હતી પરંતુ આઝાદ ચોકમાં લોકો ભેગા થાય તે પૂર્વે જ લુટારૂંઓ બાઇક લઇ નાસી જવામાં સફળ રહ્યા હતા

ભાભર પોલીસને લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તપાસ માટે ભાભરના પીએસઆઇ સહિતની ટીમ રવાના થઈ હતી. જેમાં નાકાબંધી કરાવી આરોપીઓને ઝડપી લીધા હતા. લૂંટકેસમાં સંડોવાયેલા ભાભરના નવા માઢ વિસ્તારનો વાસુભા મેરુજી રાઠોડ અને લુદરિયાવાસ વિસ્તારનો મુકેશ મગનજી ઠાકોર નામના બે શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

દરમ્યાન આ શખ્સોની તલાશી લેવાતા તેમની પાસેથી લૂંટમાં ગયેલ ૧૮,૨૮,૪૫૦ રૂપિયાની કિંમતના સોનાના તેમજ ૩૨,૭૨૩ રૂપિયાની કિંમતના ચાંદીના દાગીના ઉપરાંત ૭૦,૪૦૦ રૂપિયાની રોકડ રકમ તેમજ ૮૦ હજાર રૂપિયાની કિંમતનું પલ્સર બાઇક મળી કુલ ૨૦,૧૧,૫૭૩ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને આ શખ્સોએ લૂંટના ગુન્હાને અંજામ આપ્યો હોવાની કબૂલાત પણ કરી લેતા આ બન્ને શખ્સોને જેલના હવાલે કરી દેવાયા હતા.