સુત્રો@રાજકીય: અલ્પેશને મંત્રીપદ જયારે ધવલને ઠાકોર નિગમ મળી શકે

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠકો ખાલી પડતા ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર રાજકીય ચહલપહલ વધી ગઇ છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અલગ-અલગ રીતે અંદાજો લગાવી રાજકીય ચર્ચામાં લાગ્યા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, અલ્પેશ અને ધવલ ફરી એકવાર રાધનપુર અને બાયડ વિધાનસભા ચુંટણીમાં ઝંપલાવશે. અલ્પેશને મંત્રીપદ જયારે ધવલને ઠાકોર નિગમ મળે તેવી પ્રબળ
 
સુત્રો@રાજકીય: અલ્પેશને મંત્રીપદ જયારે ધવલને ઠાકોર નિગમ મળી શકે

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠકો ખાલી પડતા ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર રાજકીય ચહલપહલ વધી ગઇ છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અલગ-અલગ રીતે અંદાજો લગાવી રાજકીય ચર્ચામાં લાગ્યા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, અલ્પેશ અને ધવલ ફરી એકવાર રાધનપુર અને બાયડ વિધાનસભા ચુંટણીમાં ઝંપલાવશે. અલ્પેશને મંત્રીપદ જયારે ધવલને ઠાકોર નિગમ મળે તેવી પ્રબળ સંભાવના છે.

પાટણ અને અરવલ્લી જીલ્લા ભાજપ-કોંગ્રેસને લોકસભા ચુંટણી બાદ ફરીથી રાજકીય લેશન આવ્યુ છે. રાધનપુર વિધાનસભાની આગામી દિવસોએ યોજાનારી પેટાચુંટણીમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસને બદલે ભાજપનો ખેસ પહેરી મતદારોને લોભાવવા સામે આવશે. આથી સ્થાનિક ભાજપી આગેવાનો ઘ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને ઠાકોરસેનાના મતો જાળવી રાખવા અલ્પેશ અને ભાજપને આસાન લાગી રહ્યા છે.

સુત્રો@રાજકીય: અલ્પેશને મંત્રીપદ જયારે ધવલને ઠાકોર નિગમ મળી શકે

અલ્પેશ ઠાકોરે રાજકીય ગણતરીઓ પાર પાડી હોઇ આગામી દિવસોએ રાજય સરકારમાં મંત્રી જયારે સાથી મિત્ર ધવલ ઝાલાને ઠાકોર વિકાસ નિગમ મળે તેવી પબળ સંભાવનાઓ છે. વ્યકિતગત લોકપ્રિયતાને બદલે ભાજપમાં જોડાઇ ચુંટણી લડે તેવી ગણતરી જોતા પેટાચુંટણી રસાકસીભરી બનશે. ઉત્તર ગુજરાતમાં બાયડ અને રાધનપુર સાથે ખેરાલું અને થરાદ વિધાનસભાની પેટાચુંટણી યોજાવાની હોઇ કાર્યકરો અને રાજકીય પંડીતો વિવિધ દાવેદારોના નામ આગળ કરી રહ્યા છે.

શંકર ચૌધરીનું નામ ફરીવાર સામે આવ્યુ

ઉત્તર ગુજરાતના દિગ્ગ્જ ભાજપી નેતા શંકર ચૌધરીનું નામ ફરી એકવાર પેટાચુંટણીમાં સામે આવી રહ્યુ છે. સમર્થકો અને કાર્યકરો થરાદ અને રાધનપુર બેઠકમાં ટીકીટ મળે તેવી હવા ચલાવી રહ્યા છે. જોકે, આંતરિક સુત્રો માની રહ્યા છે કે, શંકર ચૌધરીને પેટાચુંટણીમાં ટીકીટ મળવી અત્યંત મુશ્કેલ છે.