આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

સાઉથ આફ્રિકન દેશ ઘાનાની રાજધાની અક્રામાં એક યુનિવર્સિટી કેમ્પસમાં ભારતના સ્વતંત્રતા આંદોલનના પ્રણેતા મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવી દેવામાં આવી છે. ભારતના પૂર્વ પ્રેસિડન્ટ પ્રણવ મુખરજીએ ઘાના યુનિવર્સિટીમાં 2016માં આ પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. પરંતુ યુનિવર્સિટી લેક્ચરર્સે તેને અનાવરણ બાદ હટાવવા માટે અભિયાન ચલાવવાનું શરૂ કરી દીધું હતું.

આ માટે તૈયાર કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ગાંધી જાતિવાદી હતા અને તેઓના બદલે આફ્રિકાના નાયકોને પ્રાથમિકતા આપવી જોઇએ. સ્ટુડન્ટ્સે અને સ્પોક્સપર્સને મળીને બુધવારે રાત્રે આ પ્રતિમાને હટાવી દીધી છે. યુનિવર્સિટીએ કહ્યું કે, આ માટે વિદેશ અને રિજનલ ઇન્ટેગ્રેશન મંત્રાલય જવાબદાર છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code