સપાટો@કડી: ભરબપોરે ગામમાં ત્રાટકી પોલીસ, જુગાર રમતાં 7 ઝડપાયાં, એક ઇસમ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી તાલુકાના ગામે બાવલુ પોલીસે જુગાર લગત કાર્યવાહી કરી 7 ઇસમોને ઝડપી પાડ્યા છે. ગઇકાલે ભરબપોરે બાવલુ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે ગામમાં રેઇડ કરી હતી. જ્યાં રહેણાંક મકાનની પાછળના ભાગે કેટલાંક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા. જોકે પોલીસની જોઇને દોડધામના દ્રશ્યો વચ્ચે કુલ 7 ઇસમો પોલીસની
 
સપાટો@કડી: ભરબપોરે ગામમાં ત્રાટકી પોલીસ, જુગાર રમતાં 7 ઝડપાયાં, એક ઇસમ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી તાલુકાના ગામે બાવલુ પોલીસે જુગાર લગત કાર્યવાહી કરી 7 ઇસમોને ઝડપી પાડ્યા છે. ગઇકાલે ભરબપોરે બાવલુ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે ગામમાં રેઇડ કરી હતી. જ્યાં રહેણાંક મકાનની પાછળના ભાગે કેટલાંક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા. જોકે પોલીસની જોઇને દોડધામના દ્રશ્યો વચ્ચે કુલ 7 ઇસમો પોલીસની પકડમાં આવી ગયા હતા. જોકે એક ઇસમ નાસી છુટ્યો હોઇ તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ સાથે સ્થળ પરથી રોકડ રકમ સહિત 30,320નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં જુગાર લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને બાવલુ PSI એ.એન.દેસાઇ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, અગોલ ગામે જાદવ હબીબભાઇ ઉમરભાઇ પોતાના ઘરની પાછળ બહારની માણસો બોલાવી હારજીતનો જુગાર રમી રમાડે છે. જેથી પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખી રેઇડ કરતાં કુલ 7 ઇસમો ઝડપાયા હતા. જોકે સમગ્ર કાંડનો માસ્ટર માઇન્ડ હબીબભાઇ જાદવ નાસી છુટ્યો હોઇ તેની શોધખોળ હાથ ધરાઇ છે.

સપાટો@કડી: ભરબપોરે ગામમાં ત્રાટકી પોલીસ, જુગાર રમતાં 7 ઝડપાયાં, એક ઇસમ ફરાર
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બાવલુ પોલીસ મથકમાં વારંવાર લોકલ ક્રાઇમ બ્રાન્ચની રેઇડ અને કાર્યવાહી વચ્ચે લોકલ પોલીસ પણ હરકતમાં આવી છે. ગઇકાલે ભરબપોરે બાવલુ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આ સાથે ઇસમો પાસેથી રોકડ રકમ રૂ.20,320, મોબાઇલ નંગ-2 કિ.રૂ.10,000 મળી કુલ કિ.રૂ.30,320નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ તરફ તમામ ઇસમો વિરૂધ્ધ આઇપીસી 188, 269, જુગારધારાની કલમ 12 અને મહામારી અધિનિયમની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.

સપાટો@કડી: ભરબપોરે ગામમાં ત્રાટકી પોલીસ, જુગાર રમતાં 7 ઝડપાયાં, એક ઇસમ ફરાર