સ્પેશ્યલ@અમદાવાદઃ 24 કલાકમાં 26ના મોત, 259 નવા પોઝિટિવ કેસ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિનપ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 376 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 24 કલાકમાં 29 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં અત્યાસુધીમાં 5804 કેસ નોંધાયા છે અને કુલ 319 દર્દીનાં મોત થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ
 
સ્પેશ્યલ@અમદાવાદઃ 24 કલાકમાં 26ના મોત, 259 નવા પોઝિટિવ કેસ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિનપ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 376 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 24 કલાકમાં 29 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં અત્યાસુધીમાં 5804 કેસ નોંધાયા છે અને કુલ 319 દર્દીનાં મોત થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 259 કેસ નોંધાયા છે. અમદાવાદમાં નોંધાયેલા કેસની સંખ્યા ચિંતાજનક છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપતા જણાવ્યું છે કે, આજે રાજ્યમાં વધુ નવા 374 કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં 24 કલાક દરમ્યાન સુરતમાં 20, વડોદરામાં 35, ગાંધીનગરમાં 7, બનાસકાંઠા 3, મહીસાગર 3, ભાવનગરમાં 21કેસ નોંધાયા છે અને 29 દર્દીઓનાં મૃત્યુ થયા છે. 4265 લોકો હાલ સારવાર હેઠળ છે અને 25 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 153 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 5804 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 4076 થયો છે.

24 કલાકમાં અમદાવાદમાં 26 મોત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 29 મોત થયા છે, આ 29 મોતમાં સૌથી વધુ 26 મોત અમદાવાદ જિલ્લામાં થયા છે. આ ઉપરાંત સુરતમાં 1 અને વડોદરામાં 2 મોત થયા છે. આમ અમદાવાદમાં દર 1 કલાકે એક મોત થયું છે.