સ્પેશ્યલ@અમદાવાદ: ટ્રમ્પના સ્વાગત માટે જીલ્લાવાર કલર કોડ અપાયા

અટલ સમાચાર,ડેસ્ક 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને તંત્ર એટલુ બધુ ઉત્સાહિત છે કે, હવે જિલ્લાવાર કલર કોડ આપવામાં આવ્યો છે. હવે આ નવા કપડાનો ખર્ચ કોણ ઉઠાવશે એ હજુ સુધી જાણવા નથી મળ્યું. 24 ફેબ્રુઆરીએ યોજનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ વધુને વધુ સુંદર અને કલરફુલ
 
સ્પેશ્યલ@અમદાવાદ: ટ્રમ્પના સ્વાગત માટે જીલ્લાવાર કલર કોડ અપાયા

અટલ સમાચાર,ડેસ્ક

24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને તંત્ર એટલુ બધુ ઉત્સાહિત છે કે, હવે જિલ્લાવાર કલર કોડ આપવામાં આવ્યો છે. હવે આ નવા કપડાનો ખર્ચ કોણ ઉઠાવશે એ હજુ સુધી જાણવા નથી મળ્યું. 24 ફેબ્રુઆરીએ યોજનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ વધુને વધુ સુંદર અને કલરફુલ બને માટે અવનવા આઇડિયાથી કાર્યક્રમને ફ્રેમ કરવામાં આવી રહ્યો છે. મોટેરા સ્ટેડિયમમાં લોકોને બેસવા માટે જિલ્લા મુજબ ખાસ કલર કોડ નક્કી કરાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના લોકો માટે ગુલાબી અને ગાંધીનગર માટે લાલ કલર કોડ નક્કી કરાયો છે. ખેડા અને આણંદના લોોક માટે જાંબલી અને સાંબરકાંઠા મહેસાણા માટે વાદળી કલર કોડ નક્કી કરાયો છે. વડોદરાના લોકો માટે આછો લીલો અને સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠાના લોકો માટે ઘેરો વાદળી કલર પસંદ કરવામાં આવ્યો છે. વાદળી ઘેરો કલર કોડ મહીસાગર અને અરવલ્લીના લોકો માટે નક્કી કરાયો છે. આ કલર કોડ સાથે સ્ટેડિયમમાં જિલ્લાવાર બેસવાની વ્યવસ્થા કરાઇ છે.