સ્પેશ્યલ@અરવલ્લી: કલેક્ટર અને ડીપીઓ વચ્ચેનો મામલો, હેરાનગતિની ચરમસીમા, વોટ્સએપ સુચના

 
Arvalli
સમગ્ર આયોજન આલમમાં ખળભળાટ અને ચકચાર મચી જાય તો પણ નવાઇ નહિ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

 અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા આયોજન અધિકારીને સંબંધિત કેટલાક અહેવાલ હમણાંથી બહાર આવ્યા અથવા બહાર લાવવામાં આવ્યા છે. ભાગ્યે જ કોઈ એક અધિકારીને તેના ઉપરી અધિકારી દ્વારા અમુક હદથી વધારે શિક્ષા કે સત્તાથી મળેલ પાવરનો ઉપયોગ થતો હોય છે. હવે મિડીયામાં આવેલ અહેવાલ મુજબ જિલ્લા આયોજન અધિકારી પાંડેની રજા કે અન્ય કોઈ બાબતે કલેકટરે તપાસ શરૂ કરી છે તે આવ્યું છે પરંતુ તેના ઉંડાણમાં જતાં મામલો અત્યંત ચિંતાજનક, રસપ્રદ અને ચરમસીમાની વાત જણાવી રહ્યો છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા આયોજન અધિકારી વચ્ચે એવું તે શું બન્યું કે જેથી તપાસ નામનો વિષય બહાર આવ્યો જાણીએ સમગ્ર અહેવાલ.

 

અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી પાંડે વિરુદ્ધ થોડા દિવસ પહેલા મિડિયામાં અહેવાલ આવ્યા કે, પાંડેજી બરાબર ફરજો નથી બજાવતાં પરંતુ આ વિગતો બહાર કેવીરીતે આવી જો આ બાબતે તપાસ ચાલી રહી હોય તો. આ બાબતે ઉંડાણમાં જતાં ધ્યાને આવ્યું કે, થોડાં મહિનાઓ અગાઉ કલેક્ટર મિલિન્દ બાપના અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી પાંડેની કામગીરી સામે નારાજ બની કડક શબ્દોમાં અવારનવાર સુચનાઓ આપતાં હતા. હવે આ બાબતો ભ્રષ્ટાચાર કે ફરજમાં નિષ્કાળજી જેવી ગંભીર નહોતી પરંતુ આ દરમ્યાન ડીપીઓ પાંડેને રજાની જરૂરિયાત ઉભી થતાં રજાની માંગણી મૂકવી પડી હતી.‌ આ રજા કલેક્ટરે નામંજૂર કરી ત્યારથી સમગ્ર શાબ્દિક પ્રહારો આખરે નવા વળાંકમાં આવી ગયા છે. લાંબી રજા બાદ આવેલા ડીપીઓ પાંડે વિરુદ્ધ તપાસ નામનો વિષય શરુ કર્યો ત્યારે સમગ્ર બાબતનો અમુક ટુંકો ભાગ મિડીયામા આવ્યો અથવા લાવવામાં આવ્યો છે. હવે અહિં સુધી ઘટનાક્રમ રહ્યા બાદ અચાનક વધુ રજા ઉપર ગયેલ ડીપીઓ પાંડે વિરુદ્ધ કલેક્ટર મિલિન્દ બાપનાએ રીતસર અતિહદ કડક પગલાં શરૂ કરી દીધા. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીપીઓ પાંડેની અનેક વિકાસ કામોની ફાઇલો ઉપર ડીસ બ્રેક લાગી છે અને રજા દરમ્યાન રહેલ ઇન્ચાર્જ ડીપીઓ પણ ફાઇલો પાસ કરાવી શક્યા નથી. આ પછી રજા ભોગવી આવેલ ડીપીઓ પાંડેની હરકત કે વર્તણૂંક યોગ્ય નહિ લાગતાં કલેક્ટરે તાબડતોબ સરકારી ગાડી મૂકાવી દીધી અને પગાર કાપણી શરૂ કરી દીધી. આથી ડીપીઓ પાંડેને પગ તળેથી જમીન ખસી જાય તેવી સ્થિતિ બનતાં તાત્કાલિક અસરથી થોકબંધ કાગળો સાથે આયોજન વિભાગમાં રજૂઆત કરી દીધી છે. આ પછી કલેક્ટરની નારાજગીની ચરમસીમા ગણો કે ડીપીઓ વિરુદ્ધ મામલો ગંભીર ગણો ત્યારે કલેક્ટરે આખરે પાંડેને એવી સજા આપી કે, સવાલ બન્યો કે અરવલ્લી જિલ્લો ડીપીઓ વગરનો છે કે કેમ ? જે બન્યું તેનાથી એવું પણ જણાય છે કે આવું કેવીરીતે અને કેમ બને તેવા શબ્દ ઉભો થયા છે. આથી બીજા રિપોર્ટમાં વાંચશો ત્યારે આપને ખબર પડશે અને સમગ્ર આયોજન આલમમાં ખળભળાટ અને ચકચાર મચી જાય તો પણ નવાઇ નહિ. આટલુ જ નહિ, વોટ્સએપ સુચનાઓ કેવીરીતે આપી અને તે સુચનાઓથી પરોક્ષ રીતે પદાધિકારીઓને કેવી અસર થાય અને આખરે બધી નારાજગી કોની ઉપર ઢોળાય તે સહિતનો રસપ્રદ અહેવાલ ટૂંક સમયમાં.