સ્પેશ્યલ@અટલઃ દંડની રકમ સામે રસ્તાના કારણે અકસ્માતની જિમ્મેદારી ફિક્સ કરો

અટલ સમાચાર, મહેસાણા શરૂમાં કેન્દ્ર સરકારે ત્યારબાદ રાજ્ય સરકારે મોટર વ્હીકલ અધિનીયમ હેઠળ વાહનચાલકો માટે દંડની રકમ જાહેર કરી છે. વધતા જતા માર્ગ અકસ્માત નિવારવા દંડની રકમમાં 200 ટકાથી વધુનો વધારો ઝીંક્યો છે. જેની સામે દ્વિચક્રી અને ફોરવ્હીલર સહિતના વાહનચાલકોની લોકમાંગ ઉઠતા રાજ્ય સરકાર માટે મૂંઝવણ બની છે. જો માર્ગ પરિવહન દરમિયાન રસ્તાના કારણે અકસ્માત
 
સ્પેશ્યલ@અટલઃ દંડની રકમ સામે રસ્તાના કારણે અકસ્માતની જિમ્મેદારી ફિક્સ કરો

અટલ સમાચાર, મહેસાણા

શરૂમાં કેન્દ્ર સરકારે ત્યારબાદ રાજ્ય સરકારે મોટર વ્હીકલ અધિનીયમ હેઠળ વાહનચાલકો માટે દંડની રકમ જાહેર કરી છે. વધતા જતા માર્ગ અકસ્માત નિવારવા દંડની રકમમાં 200 ટકાથી વધુનો વધારો ઝીંક્યો છે. જેની સામે દ્વિચક્રી અને ફોરવ્હીલર સહિતના વાહનચાલકોની લોકમાંગ ઉઠતા રાજ્ય સરકાર માટે મૂંઝવણ બની છે. જો માર્ગ પરિવહન દરમિયાન રસ્તાના કારણે અકસ્માત થતા ગંભીર ઈજાઓ કે મોત થાય ત્યારે જવાબદારી નક્કી થવી જોઈએ. રાજ્ય સરકારની દંડ રકમની ઉઘરાણી સામે જવાબદારીનો સવાલ બન્યો છે.

ગુજરાત સરકારે મંગળવારે વાહન ચાલકો માટેના નિયમો અંતર્ગત જોગવાઈઓના ભંગ બદલ દંડ રકમ જાહેર કરી છે. જેમાં હેલમેટ વિના વાહન ચલાવવાથી માંડી તમામ નિયમોના ભંગ બદલ કમરતોડ દંડ જાહેર કર્યા છે. આ અગાઉ કેન્દ્ર સરકારે પણ આઝાદ ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ વાર મોટી રકમનો દંડ જાહેર કર્યો છે. આનાથી રાજ્ય અને દેશભરના વાહનચાલકોમાં ચર્ચા અને દલીલ ચરમસીમાએ પહોંચી છે. જેમાં રાજ્ય સરકારની જવાબદારી વધી હોઈ વળતો પ્રહાર થયો છે.

વાહનચાલકો માંગ કરી રહ્યા છે કે, મોટર અધિનિયમના ભંગ બદલ ગમે તેટલી ઊંચી રકમનો દંડ ઉઘરાવવો પરંતુ જો રસ્તાની બેદરકારીને કારણે અકસ્માત થશે તો રાજ્ય સરકારે જવાબદારી લેવી પડે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં માર્ગ અકસ્માત પાછળના કારણોમાં ઘણી વખત ખરાબ રસ્તા જવાબદાર હોય છે. ગ્રામ્ય, રાજ્ય હાઈવે અને નેશનલ હાઈવે પર અવાર નવાર ખાડા, બમ્પનો અભાવ, બંધ લાઈટ, કપાયેલા ડિવાઈડર અને વાહનચાલકો માટે સૂચક નિશાનીઓ દર્શાવતા બોર્ડ હોતા નથી. જેના કારણે ઘણી વખત ગંભીર અકસ્માત અગાઉ થઈ ચુક્યા છે.

નિષ્ફળ વિપક્ષ, લાચાર નાગરિકો

વાહનચાલકો માટે દંડની રકમમાં સૌ પ્રથમવાર જંગી ઉછાળો જોવાની નોબત આવી છે. વિવિધ નિયમોના ભંગ બદલ અગાઉ ભરેલી દંડ રકમ અને હાલ જાહેર કરેલી રકમમાં જાણે કે આકાશ પાતાળનો તફાવત હોય તેમ સહનશક્તિ વટાવી ચુક્યો છે. આવી સ્થિતિમાં દેશમાં સૌથી મોટી વિપક્ષ પાર્ટી કોંગ્રેસને નાગરિકો માટે અવાજ ઉઠાવવા સોનેરી અવસર આવ્યો છે. જોકે કેન્દ્ર અને રાજ્યના દંડ રકમ સામે લાચાર નાગરિકોની સ્થિતિ જોવા છતાં કોંગ્રેસ વિપક્ષમાં પણ નિષ્ફળ ગઈ હોય તેમ વિરોધ દર્શાવતી નથી.

સરકાર ધારે તો જૂના નિયમોથી પણ મજબૂત કામગીરી કરી શકત

હાલમાં નવા વાહન અધિનીયમને નાગરિકોમાં અંદરખાને રોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર જૂના નિયમો હેઠળ કડક કાર્યવાહીની અમલવારી દ્વારા પણ માર્ગ અકસ્માત સામે કદમ ઉઠાવી શકતી હતી. જેથી નાગરિકો માની રહ્યા છે કે, સરકાર જૂના મોટર વ્હીકલ એક્ટ નિભાવવામાં નિષ્ફળ રહી ગણાય.