સ્પેશ્યલ@બનાસકાંઠા: લોકડાઉનને લઇ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત

અટલ સમાચાર, દિયોદર,ધાનેરા (કિશોર નાયક,અંકુર ત્રિવેદી) દિયોદર અને ધાનેરાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લોકડાઉનનું કડક પાલન થઇ રહ્યુ છે. લોકડાઉન પુર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જીલ્લા કલેક્ટર દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. કલેક્ટર દ્રારા છેલ્લા ચાર દિવસમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ તરફ
 
સ્પેશ્યલ@બનાસકાંઠા: લોકડાઉનને લઇ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત

અટલ સમાચાર, દિયોદર,ધાનેરા (કિશોર નાયક,અંકુર ત્રિવેદી)

દિયોદર અને ધાનેરાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લોકડાઉનનું કડક પાલન થઇ રહ્યુ છે. લોકડાઉન પુર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જીલ્લા કલેક્ટર દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. કલેક્ટર દ્રારા છેલ્લા ચાર દિવસમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ તરફ પાડોશી જીલ્લા પાટણમાં કોરોનાની વધતી સંખ્યાને લઇ આંતરજીલ્લાની બોર્ડરો સીલ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@બનાસકાંઠા: લોકડાઉનને લઇ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત

બનાસકાંઠા જીલ્લાના દિયોદર અને ધાનેરામાં લોકડાઉનની કડક અમલવારી જોવા મળી રહી છે. આ તરફ IPS અભયકુમાર સોની અને દિયોદર પી.એસ.આઈ. એસ.એસ.રાણે દ્રારા સધન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. નોંધનિય છે કે, લોકડાઉન પુર્ણ થવાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બનાસકાંઠા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી લોકડાઉનનો કડક અમલ કરવા જણાવ્યુ છે. દિયોદરના મોટાભાગના ગામડાઓમાં લોકો સદંતર ઘરની અંદર રહી લોકડાઉનનું કડક પાલન કરી રહ્યા છે. તો જે લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દિયોદર પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી.નો સ્ટાફ લોકડાઉનની લઇ સતત ખડેપગે રહ્યો છે. આ સાથે ધાનેરામાં પણ પોલીસ દ્રારા પણ ચુસ્ત અમલવારી શરૂ કરવામાં આવી છે. જેમાં બિનજરૂરી ઘરની બહાર નિકળતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે. અભયકુમાર સોની IPS દ્રારા ગ્રામ્ય વિસ્તારમાં કડક અમલ વારી શરૂ કરી છે. જીલ્લા કલેક્ટરના જાહેરનામાંના ગણતરીના કલાકોમાં દિયોદર અને પાટણ જિલ્લાને લગતી બોર્ડર ગામોને હાઈ એલર્ટની સ્થિતિ બની છે.