સ્પેશ્યલ@બનાસકાંઠા: તીડે વિનાશ કર્યાનો વિડીયો, ખેડુતોની હાલત દયનિય

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠાના અનેક તાલુકામાં તીડના આતંકથી ખેડુતોને સૌથી મોટો ફટકો પડ્યો છે. આ દરમ્યાન ખેતરમાં તીડની જાણે રીતસરની ચાદર પથરાઇ હોય તેવો સનસનીખેજ વિડીયો સામે આવ્યો છે. કરોડોની સંખ્યામાં તીડ ખેતરમાં ઉભો પાક નષ્ટ કરવા ઉતર્યા હતા. આ દરમ્યાન ખેડુતો દોડી આવી તાળીઓના અવાજથી તીડને ઉડાડવા મથામણ કરી હતી. જોકે ખેડુતો
 
સ્પેશ્યલ@બનાસકાંઠા: તીડે વિનાશ કર્યાનો વિડીયો, ખેડુતોની હાલત દયનિય

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) 

બનાસકાંઠાના અનેક તાલુકામાં તીડના આતંકથી ખેડુતોને સૌથી મોટો ફટકો પડ્યો છે. આ દરમ્યાન ખેતરમાં તીડની જાણે રીતસરની ચાદર પથરાઇ હોય તેવો સનસનીખેજ વિડીયો સામે આવ્યો છે. કરોડોની સંખ્યામાં તીડ ખેતરમાં ઉભો પાક નષ્ટ કરવા ઉતર્યા હતા. આ દરમ્યાન ખેડુતો દોડી આવી તાળીઓના અવાજથી તીડને ઉડાડવા મથામણ કરી હતી. જોકે ખેડુતો આવે તે પહેલા તીડના ટોળાએ પાકનો સર્વનાશ વેર્યાનું જોઇ ખેડુતોને પગતળેથી જમીન ખસી ગઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ઉત્તર ગુજરાતમાં તીડનો સૌથી વધુ ત્રાસ બનાસકાંઠા જીલ્લામાં હોવાનું સામે આવ્યુ છે. તીડ દૂર કરવા ખેડુત અને તંત્રની મથામણ વચ્ચે કેવી રીતે અને કેવો તીડનો આતંક છે તેનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠાના કોઇ વિસ્તારના ખેતરમાં તીડની જાણે ચાદર પથરાઇ ગઇ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેતરમાં કરોડોની સંખ્યામાં તીડ ઉભાપાક ઉપર કબજો જમાવી બેઠા હતા. તીડની સંખ્યા એટલી બધી હતી કે જમીનની માટી સુધ્ધાં દેખાતી ન હતી.

સ્પેશ્યલ@બનાસકાંઠા: તીડે વિનાશ કર્યાનો વિડીયો, ખેડુતોની હાલત દયનિય

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તીડનો ખેતરમાં આતંક દૂર કરવા ખેડુતો પહોંચતા તીડની સંખ્યા જોઇ ચોંકી ગયા હતા. આખા ખેતરમાં તીડનો કબજો જોઇ તાત્કાલિક અસરથી દૂર કરવા અને પાક બચાવવા દોડધામ કરી હતી. સૌથી વધુ મહત્વની વાત એ છે કે, ખેતરમાં તીડનું ઝુંડ ખેડુતો પહોંચે તે પહેલા આવી ગયુ હોય ઉભા પાકનો સર્વનાશ વેરી દીધો હતો. આ સાથે જમીન ઉપર પથરાઇને ખેતરની માટી પણ ઢાંકી દીધી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા બનાસકાંઠાના ખેડુતોની હાલત અત્યંત દયનિય બની હોવાનું સ્પષ્ટ થયુ છે.