આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)

સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાના કહેર સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બેચરાજી તાલુકાના જરૂરિયાતમંદ લોકોને તાલુકા પંચાયત દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું. બેચરાજી તાલુકાના વિકાસ અધિકારી રણજીતસિંહે જણાવ્યુ હતુ કે, તેઓ સરપંચ અને તલાટીના સાથે મળીને જરૂરિયાતમંદ લોકો માટે તાલુકા પંચાયત દ્વારા કીટ તૈયાર કરવામાં આવી છે. જે બેચરાજી સહિત આજુ-બાજુના ગામના લોકોને તે કીટ અર્પણ કરે છે. અત્યાર સુધી આકબા ગામ, ચંદ્રોડા, સૂરજ જેવા ગામોમાં પણ વિતરણ કરાયુ છે. આ સાથે બેચરાજી તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા એક દિવસનો પગાર રૂ.45,484નો ચેક કોરોના સામેની લડાઇ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના લોકો કે જેમને આવી કિટની આવશ્યકતા હોય જેમની પાસે રેશનકાર્ડ ના હોય અથવા રેશનકાર્ડ હોય તેમને પણ અને બહારથી આવેલા લોકોને પણ કીટ આપવામાં આવે છે. રાંધવા માટે જે વસ્તુ ઉપયોગમાં આવે છે તેને ધ્યાનમાં લઈને આ કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં 1 કિલો કપાસિયા તેલ, 2 કિલો ચોખા, 500 ગ્રામ મગની દાળ, 1 કિલો ચણા, 200 ગ્રામ મરચું, 200 ગ્રામ હળદર, 1 થેલી મીઠું અને 1 કિલો ગોળને પેક કરી તૈયાર કરવામાં આવી છે. કુલ 100 કીટો તૈયાર કરાઈ છે જેમાં 50 કીટનું વિતરણ થઈ ગયું છે. જે પણ જરૂરીયાત મંદ લોકોને બેચરાજીના સરપંચ તથા તલાટીનો સંપર્ક કરીને સાભ મેળવી શકે છે.

બેચરાજી તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા એક દિવસનો પગાર રૂ.45,484નો ચેક કોરોના સામેની લડાઇ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ કીટને તૈયાર કરવા સરકારી તંત્રની સાથે સાથે બેચરાજી તાલુકા પંચાયત પણ ખડેપગે છે. જરૂરિયાતમંદ લોકોને ઘરે જઈને કીટનું વિતરણ કરતા એમને સરકાની ગાઈડલાઈનનું માર્ગદર્શન અને પોતે ઘરે રહીને લોકડાઉનનું પાલન કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે તેવા સૂચનોથી માહિતગાર કરાયા છે. બેચરાજી તાલુકા પંચાયત દ્વારા અત્યારે 100 કીટ બનાવી છે જરૂર પડશે તો તેઓ બીજી કીટસ્ બનાવીને જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરશે. કીટની સાથે-સાથે શાકભાજી, રાશન પણ જોઈએ તો મેળવી આપશે. જરૂરિયાત મંદ સિવાયના ક્વોરનટાઈન ઘરો છે કે જેમને ઘરે ક્વોરનટાઈન કરેલા છે તેવા લોકોને પણ જરૂરીયાત મુજબની વસ્તુઓ સરપંચ તથા તલાટી દ્વારા તેમના ઘરે વસ્તુઓ પહોંચાડાય છે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તે સિવાય બેચરાજીમાં હોમ ડીલેવરી ચાલુ કરવામાં આવી છે. અમુક વેપારીઓના નંબર ઇસ્યુ કરેલ છે તે વેપારી દ્વારા હોમ ડીલેવરીની સગવડ પણ કરવામાં આવી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code