સ્પેશ્યલ@ભાભરઃ પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઊજવણી કરાઇ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) આરોગ્ય કેન્દ્ર દ્વારા નેશનલ ડી વોર્મિંગ ડે (રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ)ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 1100 બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતી. જેમાં સવારે પ્રાર્થના સભા દરમ્યાન સ્વચ્છતા વિશે શાળાના આરોગ્ય વિભાગના કર્મચારી લાખાભાઈ દેસાઈ દ્વારા સુંદર સમજુતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વચ્છ લાગતા હાથ ગંદા હોઈ
 
સ્પેશ્યલ@ભાભરઃ પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઊજવણી કરાઇ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

આરોગ્ય કેન્દ્ર દ્વારા નેશનલ ડી વોર્મિંગ ડે (રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ)ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 1100 બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતી. જેમાં સવારે પ્રાર્થના સભા દરમ્યાન સ્વચ્છતા વિશે શાળાના આરોગ્ય વિભાગના કર્મચારી લાખાભાઈ દેસાઈ દ્વારા સુંદર સમજુતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સ્વચ્છ લાગતા હાથ ગંદા હોઈ શકે તે બાબતે સરસ પ્રયોગ દ્વારા બાળકોને સમજુતી આપવામાં આવી હતી. આ પ્રયોગમાં સ્વચ્છ પાણી વાળી ડોલમાં થોડાં વિદ્યાર્થીઓના સ્વચ્છ લાગતા હાથ ધોવડાવી ડોલનુ પાણી વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું જે ગંદુ થયુ હતું. આમ, પ્રાયોગીક રીતે હેન્ડવૉશનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કાર્યક્રમના અંતે સ્વચ્છતાનિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કિરીટભાઈ પરમાર મેડિકલ ઓફિસર વડપગ, રાકેશભાઈ પરમાર સુપરવાઈઝર, લાખાભાઈ દેસાઈ આરોગ્ય કર્મચારી, જામાભાઈ દેસાઈ સીઆરસી, જામાભાઈ દેસાઈ તલાટી, અલકાબેન પરમાર આચાર્ય, કિરીટભાઈ પટેલ અને શાળાના શિક્ષક ગણ હાજર રહ્યા હતા.