આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે ભાભર તાલુકાના ગામે મુખ્યદ્રાર આગળ જ સેનેટાઇઝર મશીન મુકવામાં આવ્યુ છે. ગામના કે બહારના તમામ વ્યક્તિઓને ગામમાં પ્રવેશ કરતી વખતે ફરજીયાત તે મશીનમાંથી નિકળવા સુચના આપવામાં આવી છે. ગામના સરપંચ ગ્રામજનોના આરોગ્યને લઇ ચિંતિત હોઇ તેમના દ્રારા આ બસસ્ટેન્ડ નજીક જ ગામના મુખ્ય પ્રવેશદ્રાર પર સેનેટાઇઝર મશીન મુકવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના સુથારનેસડી ગામમાં કોરોનાને લઇ સેનેટાઇઝર મશીન મુકવામાં આવ્યુ છે. ગામની અંદર પ્રવેશતા જ સેનેટાઇઝરમાં થઇને ગામમાં એન્ટ્રી કરવા સુચના આપવામાં આવી છે. ગામના ઉત્સાહી સરપંચ દિેનેશભાઇ ગજ્જર દ્રારા ગામલોકોની ચિંતા કરતા હોઇ સાવચેતીના ભાગરૂપે સેનેટાઇઝર મશીન મુકવામાં આવ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉન લંબાવવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રીએ આજે સવારે દેશને સંબોધન કરી અને લૉકડાઉનને આગામી 3 મે સુધી લંબાવવામાં આવ્યુ હોવાનું જણાવ્યુ હતુ. આ તરફ ભાભર તાલુકાના ગામે કોરોના વાયરસ સામે લડવા ગામમાં સેનેટાઇઝર મશીન મુકવામાં આવ્યુ છે. સરપંચની સરાહનિય કામગીરીને જીલ્લાના લોકો વખાણી રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code