આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મેરેજ સર્ટીફીકેટ જે તે કચેરી દ્વારા આપવામાં આવતા હોવા સામે કુંવારાના સર્ટી પણ નિકળી રહ્યા છે. ભિલોડા તાલુકાની ગ્રામ પંચાયતે ક્ષતિપુર્ણ અને બેદરકારીવાળું કુંવારાનું સર્ટી આપતાં દોડધામ મચી ગઇ છે. કામગીરીની જાણ TDOને થતાં કુંવારા હોવાના સર્ટી અંગે મુંઝવણ હોવાનું જણાવી તપાસ કરવાનું શરૂ કર્યુ છે. જેમાં તલાટીએ સોગંધનામા વિના અને અનમેરીડના સ્પેલિંગમાં ભુલ કરી આપેલા કુંવારાના સર્ટી સામે સવાલો ઉભા થયા છે.

તલાટીના મંતવ્યનો સ્ક્રીનશોર્ટ

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાની રામેળા ગ્રામ પંચાયત દ્વારા કુંવારાનું સર્ટી આપવામાં આવ્યુ છે. સર્ટીફીકેટની નકલ સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ગ્રામપંચાયતના સત્તાધિશો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્વાભાવિક રીતે મેરેજ સર્ટીફીકેટ જે તે ઓથોરીટી દ્વારા અપાય પરંતુ કુંવારાનું સર્ટી વિવિધ માધ્યમોમાં વાયરલ થતા નવાઇ સાથે આશંકાનો વિષય બન્યુ છે. સાચું હોવા છતાં બનાવટી લાગતું સર્ટીફીકેટ તાલુકા પંચાયતને ખબર પડતાં વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા જીલ્લામાં તાજેતરમાં લશ્કરી ભરતી મેળો હોઇ અરજદારો માટે કુંવારા હોવાની ખાતરી મંગાવવામાં આવી હતી. આથી અરજદારોએ પોતાના ગામની પંચાયતમાં જઇ પોતે કુંવારો હોવાનો દાખલો કાઢી આપવા કહ્યું હતુ. આથી ભિલોડા તાલુકાની રામેળા ગ્રામ પંચાયતના ઓપરેટર અને તલાટીએ અંગ્રેજીમાં અનમેરીડ સર્ટીફીકેટ બનાવી આપતા સવાલો ઉભા થયા છે.

કુંવારાના સર્ટીફીકેટે કેવી રીતે TDOની મુંઝવણ વધારી ?

રાજ્ય સરકારમાં ચોક્કસ ફોર્મેટ ઉપર કોઇપણ ઓથોરીટી કુંવારા હોવાનું સર્ટીફીકેટ આપતી નથી. આથી ગ્રામ પંચાયતે અંગ્રેજીમાં કાઢેલું અનમેરીડ સર્ટીફીકેટ વિવિધ સવાલો ઉભા કરે છે. જેમાં રામેળા ગ્રામ પંચાયતે અરજદારના સોગંધનામા વિના કાચા કાગળ ઉપર સર્ટીફીકેટ આપી દીધુ છે. આ સાથે અંગ્રેજીમાં અનમેરીડ લખવામાં પણ ભુલ કરી છે. આ સાથે ગ્રામપંચાયતના લેટરપેડનો પણ ઉપયોગ કર્યો ન હોવાથી વાયરલ થયેલું સર્ટીફીકેટ ગ્રામ પંચાયતનું હોવા છતાં બનાવટી હોવાની શંકા કરે છે. આ સમગ્ર બાબતો TDOને ધ્યાને આવતા તાત્કાલિક અસરથી તલાટીને સુચના આપી છે.

હા, સર્ટીફીકેટ મેં જ આપ્યું છે: તલાટી

વાયરલ થયેલા કુંવારાના સર્ટીફીકેટ મામલે રામેળા ગ્રામ પંચાયતના તલાટી એ.યુ.પરમારે શરૂઆતમાં જણાવ્યુ હતુ કે, કુંવારાનું સર્ટીફીકેટ મેં નથી આપ્યું. જોકે પાછળથી વધુ સવાલો પુછતાં સ્વયં તપાસને અંતે ક્ષતિ રહી ગઇ હોવાનું જણાવી કુંવારાનું સર્ટીફીકેટ પોતે જ આપ્યું હોવાનું એકરાર કર્યો હતો. જેમાં સોગંધનામા વિના કુંવારાનું સર્ટીફીકેટ આપતા TDOની સુચના મળી હોવાનું જણાવ્યુ હતુ.

26 Sep 2020, 12:26 PM (GMT)

COVID-19 Global Stats

32,802,672 Total Cases
994,311 Death Cases
24,199,330 Recovered Cases

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code