સ્પેશ્યલ: ગુજરાતી સાહિત્ય જગતના બિગબી “ખલીલ ધનતેજવી”નું નિધન, દાંતરડાથી કવિતાઓ લખતાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતી સાહિત્ય જગતના બિગબી કહેવાતા ખલીલ ધનતેજવીનું ગતરોજ વડોદરા ખાતે નિધન થયું હતું. ખલીલ ધનતેજવીના માદરે વતન સાવલી તાલુકાના ધનતેજ ગામના ગ્રામજનો તેમના અવસાનથી વ્યથિત અને દુઃખી છે. ગ્રામજનો માંગણી કરી રહ્યા છે કે, જ્યારે ખલીલ ધનતેજવીના નામથી જ ગામ ઓળખાય છે. ગામમાં તેમનુ સ્મારક બનાવવામાં આવે. અટલ સમાચાર આપના
 
સ્પેશ્યલ: ગુજરાતી સાહિત્ય જગતના બિગબી “ખલીલ ધનતેજવી”નું નિધન, દાંતરડાથી કવિતાઓ લખતાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતી સાહિત્ય જગતના બિગબી કહેવાતા ખલીલ ધનતેજવીનું ગતરોજ વડોદરા ખાતે નિધન થયું હતું. ખલીલ ધનતેજવીના માદરે વતન સાવલી તાલુકાના ધનતેજ ગામના ગ્રામજનો તેમના અવસાનથી વ્યથિત અને દુઃખી છે. ગ્રામજનો માંગણી કરી રહ્યા છે કે, જ્યારે ખલીલ ધનતેજવીના નામથી જ ગામ ઓળખાય છે. ગામમાં તેમનુ સ્મારક બનાવવામાં આવે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ: ગુજરાતી સાહિત્ય જગતના બિગબી “ખલીલ ધનતેજવી”નું નિધન, દાંતરડાથી કવિતાઓ લખતાં
File Photo

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું ધનતેજ ગામમાં ખલીલ ધનતેજવીનો વર્ષ 1935 માં જન્મ થયો હતો. જિલ્લાની સરહદે આવેલું ધનતેજ ગામ આમ તો કુદરતી સાધન સંપત્તિ અને ઐતિહાસિક વારસો ધરાવતું અંદાજિત 3000ની વસ્તી ધરાવે છે. ખલીલ ધનતેજવી આ ફાની દુનિયામાંથી વિદાય લેતા આખું ધનતેજ ગામ શોકમગ્ન બન્યું છે. ખલીલ ધનતેજવીનું સાચું નામ ઈબ્રાહિમ મકરાણી હતું. પરંતુ તેમના દાદા તાજમહમંદ દ્વારા ખલિલ નામનો શિરપાવ આપવામાં આવ્યો હતો. ખલીલ ધનતેજવીનું બાળપણ અને યુવાની ખૂબ સંઘર્ષપૂર્ણ અને પડકારજનક રહ્યું હતું. તેમના બાળપણના મિત્ર નજીર મહંમદ સાથે ઝી કલાકે વાત કરી તો જાણવા મળ્યું કે કેવી રીતે ખલીલ એક ખેડૂતમાંથી ઊંચા ગજાના સાહિત્ય અને ગઝલકાર બન્યા. ખલીલ ધનતેજવી શરૂઆતના કાળમાં પોતાના મનમાં આવતી પંક્તિઓ થોરના પાન પર લાકડી વડે લખી રાખતા હતા. બાળપણમાં કવિ ખલીલના હાથમાં હંમેશા દાતરડું રહેતું હતું. કારણ કે તેમને ખેતી કામનો ભારે શોખ હતો. લેખકના હાથમાં કલમ હોવી જોઈએ, ત્યારે ખલીલ ધનતેજવી દાંતરડાથી કવિતાઓ લખતા.

સ્પેશ્યલ: ગુજરાતી સાહિત્ય જગતના બિગબી “ખલીલ ધનતેજવી”નું નિધન, દાંતરડાથી કવિતાઓ લખતાં
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખલીલ ધનતેજવીના બાળપણનું ઘર ધનતેજ ગામમાં આવેલું છે, તેની હાલની સ્થિતિ ખૂબ જ જર્જરિત છે. વર્ષમાં એકાદ વખત તેઓ પોતાના ગામ ધનતેજમાં આવતા, ત્યારે આ બિસ્માર ઘરની મુલાકાત અવશ્ય લેતા હતા. ગામના સૂફી સંત હઝરત હાજી નિઝામુદ્દીન બાવાના ઉર્સની ઉજવણીના પ્રસંગે દર વર્ષે ખલીલ અચૂક ગામમાં આવતા હતા. આ જ ગામમાં આવેલ ધનતેજ પ્રાથમિક શાળામાં તેઓએ ધોરણ-4 સુધી અભ્યાસ કર્યો હતો. જો કે હાલ એ શાળાની હાલત પણ ખૂબ જ જર્જરિત છે. ખંડેર બની ગયેલ આ શાળામાં ખલીલ ધનતેજવીએ ધોરણ 4 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ પરિવાર નું ભરણ પોષણ કરવા માટે અભ્યાસ છોડી ખેતી કામે જતા થયા હતા.