સ્પેશ્યલ@છોટાઉદેપુર: શિક્ષકદિન પોઝીટિવ, ડુંગરા ખૂંદી બાળકોને ભણાવતાં શિક્ષકો વિશે જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આજે શિક્ષક દિન નિમિત્તે જાણીએ એવા શિક્ષકો વિશે કે જેઓ ડુંગરા ખૂંદીને બાળકોને ભણાવી રહ્યા છે. નસવાડીનો ડુંગર વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે. પરંતુ બીજી બાજુ તાલુકાના ડુંગર વિસ્તારના કાચા રસ્તા આઝાદીના વર્ષો બાદ પણ હજુ પાકા બન્યા નથી. આવા કાચા-બિસમાર રસ્તે થઇને પણ તાલુકાના શિક્ષકો આદિવાસી બાળકોને ભણાવવાનું
 
સ્પેશ્યલ@છોટાઉદેપુર: શિક્ષકદિન પોઝીટિવ, ડુંગરા ખૂંદી બાળકોને ભણાવતાં શિક્ષકો વિશે જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે શિક્ષક દિન નિમિત્તે જાણીએ એવા શિક્ષકો વિશે કે જેઓ ડુંગરા ખૂંદીને બાળકોને ભણાવી રહ્યા છે. નસવાડીનો ડુંગર વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે. પરંતુ બીજી બાજુ તાલુકાના ડુંગર વિસ્તારના કાચા રસ્તા આઝાદીના વર્ષો બાદ પણ હજુ પાકા બન્યા નથી. આવા કાચા-બિસમાર રસ્તે થઇને પણ તાલુકાના શિક્ષકો આદિવાસી બાળકોને ભણાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. જ્યાં સુધી બાઈક જાય ત્યાં સુધી શિક્ષકો જાય અને પછી પગપાળા જઇ તેમને અભ્યાસ કરાવે છે.

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગનીયા બારી, સાંકડી બારી, ખેંદા, કુપ્પા, છોટીઉંમર, ખોખરા, વાડિયા વગેરે ગામની શાળાના શિક્ષકોએ બારે માસ કાચા રસ્તાનું દુઃખ ભોગવીને પણ આદિવાસી બાળકોને શિક્ષણની પ્રવૃત્તિમાં જોડી રાખ્યા છે. કોરોનાના લીધે શિક્ષકો શાળામાં શિક્ષણ કાર્ય નથી કરાવતા પરંતુ આ રીતે તેઓને શેરી શિક્ષણ આપી રહ્યા છે. ડુંગર વિસ્તારમાં રહેતા આ બાળકોને દરેક ઋતુમાં મુશ્કેલીઓ ભોગવીને પણ શિક્ષકો અભ્યાસ કરાવવા જાય છે. જેથી વાલીઓ પણ ખુશ છે. કાચા રસ્તા પર અવર જવર કરવી એ જોખમ સમાન છે. વાડિયા, ખેંદા આ બે શાળામાં તો મહિલા શિક્ષક છે. છતાંય તેઓ આદિવાસી બાળકોને પગપાળા જઈ શિક્ષણ આપે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સાકડીબારી ગામે આઝાદીના વર્ષો બાદ પણ હજુ પાકા રસ્તા નથી. ચોમાસામાં અહીંના કોતરમાં ભારે પાણી હોય છે. ત્યારે પણ હેરાન થવા છતાં બાળકોને શિક્ષણ આપવાની ફરજ નહીં ચૂકતા આ શિક્ષકો ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ વાતને યથાર્થ ઠેરવી રહ્યાં છે. આઝાદીના વર્ષો બાદ પણ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળા પર જવા પાકા રસ્તા નથી. ડુંગર વિસ્તારોમાં આદિવાસી બાળકોને અભ્યાસ કરવા 12 શિક્ષકો નિયમિત જાય છે. મારા એક શિક્ષક સાથે જ સગપણ થયા છે. ડુંગર વિસ્તારમાં અમો બંને સાથે આવીએ છીએ. સાંકળનો ઢાળ ઉતર્યા બાદ ઉત્તર દિશામાં આવેલ ગનિયાયાબરી ગામે સાડા ત્રણ કિમી ડુંગરના પથરાળ રસ્તા પરથી પગપાળા ચાલીને એ સ્કૂલ પર પહોંચે છે.