આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગોરખપુરના બુદ્ધા ઇન્સ્ટિટ્યૂટના ચાર સ્ટુડન્ટ્સે ખેડૂતો માટે ખાસ મિની ટ્રેક્ટર બનાવ્યુ છે. બીઆઈટીના મિકેનિકલ વિભાગના છેલ્લા વર્ષના સ્ટુડન્ટ્સ શિવાની સિંહ, અભિષેક મલ્લ, અપેક્ષા સિંહ અને ગજેન્દ્ર પાંડેએ પોતાના ગાઇડ ધીરેન્દ્ર કુમારના માર્ગદર્શનમાં ખેતીમાં ખર્ચ ઓછો કરવા માટે એક એવું મિની ટ્રેક્ટરનું મૉડલ તૈયાર કર્યું છે જેનો કુલ ખર્ચ 25થી 30 હજાર રૂપિયા આપશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સમગ્ર મામલે સ્ટુડન્ટ્સે જણાવ્યુ હતુ કે, આ મિની ટ્રેક્ટરથી એક લીટર પેટ્રોલમાં લગભગ અડધો એકર ખેતરને ખેડી શકાય છે. સ્ટુડન્ટ્સનો દાવો છે કે હાલમાં એક વીઘો ખેતર ખેડવા માટે ખેડૂતોને લગભગ 400થી 500 રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ મિની ટ્રેક્ટર દ્વારા માત્ર 90 રૂપિયા ખર્ચથી એક વીઘો જમીન ખેડી શકાશે. આ સાથે સ્ટુડન્ટ્સે જણાવ્યું કે તેને અમે સરળતાથી ખેતર અને બગીચામાં લઈ જઈ શકીએ છીએ. તેમાં 135 સીસીનું પેટ્રોલ એન્જિન લાગેલું હોય છે જેનો પાવર 13 એચપી છે.

સ્ટુડન્ટ્સે વધુમાં જણાવ્યું કે, ભારત ખેતીપ્રધાન દેશ છે અને તેમાં ખેડૂતોનું વિશેષ યોગદાન હોય છે. આજે પણ લગભગ 60થી 70 ટકા પરિવાર ખેતી પર નિર્ભર છે. તેથી અમે આવો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત અમે વિચાર્યું હતું કે નાના ખેડૂતો માટે ઓછી કિંમતે નાની સાઇઝનું એક મિની ટ્રેક્ટર બનાવવામાં આવે. હવે મિની ટ્રેક્ટરના માધ્યમથી ખેડૂતો ઓછા ક્ષેત્રફળવાળા ખેતરોના ચારેય કિનારાઓને પણ સરળતાથી ખેડી શકશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code