સ્પેશ્યલ@દેશ: પુલવામાં હુમલામાં શહીદ થયા પતિ, પત્નિ જોડાશે આર્મીમાં

અટલ સમાચાર,ડેસ્ક પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢોંડિયાલની વિધવા નીકિતા કૌલ ઢોંડિયાલએ પોતાની શૉર્ટ સર્વિસ કમીશનની પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પાસ કરી દીધા છે. તેઓ હવે માત્ર મેરિટ લિસ્ટ બહાર પડવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ ભારતીય સેના સાથે જોડાઈ જશે. લગભગ એક વર્ષ પહેલા પોતાના પતિના કોફિન પર ઝૂકીને તેના કાનમાં ‘આઈ
 
સ્પેશ્યલ@દેશ: પુલવામાં હુમલામાં શહીદ થયા પતિ, પત્નિ જોડાશે આર્મીમાં

અટલ સમાચાર,ડેસ્ક

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢોંડિયાલની વિધવા નીકિતા કૌલ ઢોંડિયાલએ પોતાની શૉર્ટ સર્વિસ કમીશનની પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પાસ કરી દીધા છે. તેઓ હવે માત્ર મેરિટ લિસ્ટ બહાર પડવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ ભારતીય સેના સાથે જોડાઈ જશે. લગભગ એક વર્ષ પહેલા પોતાના પતિના કોફિન પર ઝૂકીને તેના કાનમાં ‘આઈ લવ યૂ’ કહેતી નીકિતાને જોઈ તમામની આંખો ભીની થઈ ગઈ હતી. નીકિતા આજે એ જ યૂનિફોર્મ પહેરવા માટે તૈયાર છે, જેના માટે તેમના પતિએ પોતાનો જીવ કુરબાન કરી દીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મંગળવારે પુલવામા હુમલામાં ઑપરેશન દરમિયાન શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલની પહેલી વરસી હતી. હુમલા બાદ આ એક વર્ષમાં શહીદની પત્ની નીકિતાની જિંદગી બિલકુલ બદલાઈ ગઈ છે. હાલ નોઇડામાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરી રહેલી નીકિતા હવે સેનામાં જોડાવા માટે તૈયાર છે. શહીદ વિભૂતિહ ઢોંડિયાલની પત્ની નીકિતા સેનામાં નોકરી મેળવાની રાહ જોઈ રહી છે. નીકિતા પોતાના સેનામાં જવાનો નિર્ણયનો શ્રેય પોતાની સાસુને આપે છે. નીકિતાની સાસુ સરોજ ઢોંડિયાલે જ તેને સેનામાં જવા પ્રેરણા આપી.

સમગ્ર મામલે નીકિતાએ જણાવ્યું કે ગયા વર્ષે નવેમ્બર 2019માં તેઓએ સેનામાં વુમન એન્ટી સ્કીમનું ફોર્મ ભર્યું હતું. પોતાની હિંમત અને તનતોડ મહેનતના કારણે હવે તેઓ મેડિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ પણ ક્લીયર કરી ચૂકી છે. નીકિતાએ જણાવ્યું કે તેમને માત્ર માર્ચનો ઇંતજાર છે, જ્યારે મેરિટ લિસ્ટ બહાર પડશે. બીજી તરફ, નીકિતા ઢોંડિયાલના સેનામાં જવાના નિર્ણયથી તેમના સાસુ અને શહીદ મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલની માતા સરોજ ઢોંડિયાલ પણ ખૂબ ખુશ છે. તેઓએ કહ્યું કે તેઓ આ નિર્ણયમાં પુત્રવધૂની સાથે છે. શહીદની માતાએ જણાવ્યું કે ઘરમાં ત્રણ બહેનાના નાના ભાઈ શહીદ મેજર વિભૂતિની શહાદત પર દેશ ગર્વ કરે છે. જો પુત્રવધૂ નીકિતાનું મેરિટમાં નામ આવે છે તો તે વધુ ગર્વની વાત હશે કે ઘરની પુત્રવધૂ પણ સેનામાં લેફ્ટનન્ટ બનીને દેશની સેવા કરતી જોવા મળશે.