સ્પેશ્યલ@દેશ: આજે No Smoking Day, સ્મોકિંગ છોડવામાં મદદ કરશે આ વાતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દર વર્ષે માર્ચના બીજા બુધવારે No Smoking Day ઉજવવામાં આવે છે. આ વર્ષે આજે એટલે 10 માર્ચના રોજ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમ વખત 1984માં તેની ઉજવણી કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય લોકોને ધૂમ્રપાન છોડાવવા માટે પ્રોત્સાહિત કરી તમાકુ સેવનના હાનિકારક સ્વાસ્થ્ય પ્રભાવો અંગે જાગૃતિ ફેલાવવાનો છે. અટલ
 
સ્પેશ્યલ@દેશ: આજે No Smoking Day, સ્મોકિંગ છોડવામાં મદદ કરશે આ વાતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દર વર્ષે માર્ચના બીજા બુધવારે No Smoking Day ઉજવવામાં આવે છે. આ વર્ષે આજે એટલે 10 માર્ચના રોજ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમ વખત 1984માં તેની ઉજવણી કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય લોકોને ધૂમ્રપાન છોડાવવા માટે પ્રોત્સાહિત કરી તમાકુ સેવનના હાનિકારક સ્વાસ્થ્ય પ્રભાવો અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@દેશ: આજે No Smoking Day, સ્મોકિંગ છોડવામાં મદદ કરશે આ વાતો
File Photo

ધૂમ્રપાન અથવા તમાકુનું સેવન સૌથી ખરાબ ટેવ છે, જેને કોઈ પણ અપનાવી શકે છે. ધૂમ્રપાન અને તમાકુનું સેવન શરીરની પ્રણાલીને નુકશાન પહોંચાડી શકે છે અને અનેક ગંભીર બિમારી જેવી કે હ્રદય રોગ, સ્ટ્રોક, ફેફસાની બિમારી અને અનેક પ્રકારના કેન્સરને જન્મ આપી શકે છે. ધૂમ્રપાનનું સેવન તમારા શરીરને અંદરથી પોળું કરી દે છે. કેટલાક લોકો તેને સિગારેટ ટ્રાય કરવા તો કેટલાક લોકો સ્ટેટસ માટે પીવે છે. ઉધરસ, ગળામાં બળતરા સાથે-સાથે શ્વાસમાં દુર્ગંધ તેના શરૂઆતી લક્ષણમાંના એક છે. તેની દુર્ગંધ કપડાં અને હાથોમાં પણ રહે છે. તે સ્કિન અને દાંત માટે ખૂબ નુકશાનકારક છે.

સ્મોકિંગ છોડવાના કેટલાંક સુચનો

  • જો તમે પહેલાં છોડવાની કોશિશ કરી છે, તો વિચારો કે કયા કામે તમને પ્રેરિત કર્યા અને કઇ વાતોઓ તમને મદદ કરી છે.
  • બધી સિગારેટ અને એશટ્રે ફેંકી દો.
  • દરરોજની પ્રવૃત્તિઓ જેમ કે સવારે ઉઠવું, ખાવવુ-પીવુ, કોફી બ્રેક લેવો વગેરે તમને સિગારેટ પીવાના ટ્રિગર કરાવી શકે છે.
  • મિત્રો, કુટુંબ અને સહકાર્યકરોને ધૂમ્રપાન છોડવાની તારીખ વિશે કહો.
  • નિકોટિન રિપ્લેસમેન્ટ થેરેપી (એનઆરટી)નો ઉપયોગ કરો.
  • પરિવારના એવા સભ્ય સાથે વાત કરો જેણે ધૂમ્રપાનને સંપૂર્ણપણે સફળતાપૂર્વક છોડી દીધું છે અને તે તમારી મદદ કરવા તૈયાર છે.
  • તમારા આસપાસના ધૂમ્રપાન ન કરનારા મિત્રો અને પરિવાર સાથે વાત કરો. ધૂમ્રપાન કરનારા લોકોથી બચો.
  • ખૂબ પાણી અને રસ પીવો.
  • એવી પરિસ્થિતિઓથી બચો, જેમાં તમને ધૂમ્રપાન કરવાની ઇચ્છા થતી હોય.
  • હાર્ડ કેન્ડી, સુગર ફ્રી ગમ, ગાજર, કોફી સ્ટિરર, સ્ટ્રો અને ટૂથપીક્સ જેવા મૌખિક વિકલ્પ પર સ્ટોક કરો.
  • સ્ટોપ-સ્મોકિંગ ગ્રુપમાં સામેલ થાવ.
  • દારૂનું સેવન ઓછું કરો.