ગોધરાકાંડ: યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા ફટકારતી સ્પેશિયલ સીટ કોર્ટ

અટલ સમાચાર,ડેસ્ક 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં 59 કાર સેવકોને સળગાવવાના કેસમાં આરોપી યાકુબને સજા ફટકારાઇ છે. યાકુબને હત્યાની કોશિશ અને કાવતરૂ ઘડવાના ગુનામાં આ સજા ફટકારવામાં આવી છે. ટ્રેનના S6 કોચમાં આગ લગાવાઈ હતી. આ કેસમાં ગોધરા પોલીસે 16 વર્ષ બાદ નાસતા ફરતા આરોપીને ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ઝડપ્યો હતો. અગાઉ ગોધરાકાંડમાં 31 આરોપીઓને
 
ગોધરાકાંડ: યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા ફટકારતી સ્પેશિયલ સીટ કોર્ટ

અટલ સમાચાર,ડેસ્ક

27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં 59 કાર સેવકોને સળગાવવાના કેસમાં આરોપી યાકુબને સજા ફટકારાઇ છે. યાકુબને હત્યાની કોશિશ અને કાવતરૂ ઘડવાના ગુનામાં આ સજા ફટકારવામાં આવી છે. ટ્રેનના S6 કોચમાં આગ લગાવાઈ હતી. આ કેસમાં ગોધરા પોલીસે 16 વર્ષ બાદ નાસતા ફરતા આરોપીને ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ઝડપ્યો હતો.
અગાઉ ગોધરાકાંડમાં 31 આરોપીઓને કોર્ટે આજીવન કેદની ફટકારી હતી. યાકુબ સાથે હવે સજા થયેલ કુલ આરોપીની સંખ્યા 32 એ પહોંચી છે. જ્યારે હાલ આરોપીની ઉંમર 62 વર્ષ છે. આ કેસમાં અગાઉ 31 વ્યક્તિઓને ટ્રાયલ કોર્ટે 2011માં ગુનેગાર ઠેરવ્યા હતાં, જેમાંથી 11 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. કોર્ટે 63 લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા. આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ કોર્ટે 11 આરોપીઓની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી હતી, તેમજ 63 લોકોને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.