file photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

કચ્છના રણની સરહદે બીએસએફની ચોકી પાસે ભેડિયા બેટ હનુમાનનું મંદિર બહુ જાણીતું છે. ઘંટવાળા હનુમાનના નામથી પ્રચલિત આ મંદિરમાં માન્યતા પૂર્ણ થતાં શ્રદ્ધાળુઓ ઘંટ ચડાવી માનતા પૂરી કરે છે. આ મંદિરની દેખરેખ અને પૂજા બીએસએફ દ્વારા જ કરવામાં આવે છે. હનુમાનજીની પ્રતિમા અગાઉ પાકિસ્તાનના સિંધ પ્રાતંમાં હનુમાન તલાઇમાં સ્થાપિત હતી. 1965ના યુદ્ધ બાદ ભારતીય સૈનિકો પોતાની સાથે ભારત લઇ આવ્યા હતા. એ વખતે નાનકડું મંદિર બનાવી પૂજા શરૂ કરી હતી. ગત વર્ષે રૂપિયા 2 કરોડના ખર્ચે સ્વામીનારાયણ સંપ્રદાયે ભવ્ય મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બીએસએફના સહાયક કમાન્ડન્ટ આર.એસ. રાઠોડ કહે છે કે, આ મંદિર વિશે કથા પ્રચલિત છે. 1965 ભારત-પાક યુદ્ધ વિરામ બાદ ભારતીય સૈનિકો રણમાર્ગે કચ્છ તરફ પાછા આવતા હતા ત્યારે જવાનોને કોઈનો સાદ સંભળાયો. ચકાસ્યું ત્યારે સૈનિકોને હનુમાનજીની મૂર્તિ દેખાઇ. તેઓ મૂર્તિને સાથે લઈને ભેડિયા બેટ પાસે રાત્રિ રોકાણ કર્યું. સવારે આ મૂર્તિ ઉપાડવા ગયા પણ ડગી નહીં. પછી ત્યાં જ મૂર્તિની સ્થાપના કરાઈ. આ રીતે ભેડિયા બેટ હનુમાન મંદિર બન્યું. જવાનો જ આ હનુમાનજીની સેવા પૂજા કરતા આવ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના તેજેન્દ્રપ્રસાદજી મહારાજેએ અહીં ર૦૧૬માં મુલાકાત લીધી હતી. સ્વામી પૂરૂષોતમદાસ કહે છે કે સંકલ્પ બાદ મંદિર વિકસાવવાની શરૂઆત થઇ. મે 2018માં મંદિરના જીર્ણોદ્ધાર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ગત ડિસેમ્બરમાં મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સૈન્યના જવાનોને પણ કચ્છ બહાર પોસ્ટિંગ મળે તો તેઓ પણ અહીં પિત્તળનો ઘંટ ચડાવે છે. મંદિરમાં ઠેરઠેર ઘંટ જોવા મળે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code