આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

શ્વેત ક્રાંતિનાં જનેતા ડો. વર્ગીસ કુરિયનની જન્મજયંતિને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ 26 નવેમ્બર 1921નાં રોજ કાલિકટ ખાતે થયો હતો. ગુજરાતમાં દૂધક્ષેત્રે શ્વેતક્રાંતિ આણવાનું શ્રેય તેમને ફાળે જાય છે. ગુજરાતના ડેરી-ઉદ્યોગના વિકાસમાં તેમણે ગણનાપાત્ર ફાળો આપ્યો છે.

આ સત્કાર્યની કદરૂપે ગુજરાત રાજ્યના ડેરી-ઉદ્યોગને લગતાં અનેક સલાહકાર મંડળોમાં તેમને નીમવામાં આવ્યા હતા. આવી સંસ્થાઓની કેટલીયે અગત્યની સમિતિઓમાં તેમની નિયુક્તિ કરવામાં આવી હતા. ઇ.1965 થી કરી છેલ્લે સુધી તેઓ આણંદના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

કુરિયને દેશભરમાં આણંદનું મોડલ અપનાવીને વિશ્વભરમાં દૂધના સૌથી મોટા ઉત્પાદક બનાવવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું. આજે દેશભરમાં 20 લાખથી વધુ ખેડૂતો કુલ 200 ડેરીઓમાં દૈનિક 20 મિલિયન લીટર દૂધનું ઉત્પાદન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code