subhash babu
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

વર્ષ 2009માં હરિપુરા ખાતે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ બળદ ગાડામાં સવાર થઈને નેતાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આજરોજ નેતાજીની જન્મ જયંતી પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હરિપુરા આવવાના છે ત્યારે તેઓ પણ 51 શણગારેલા બળદ સાથે સ્થાનિક લોકોએ તૈયાર કરેલ બળદ ગાડામાં સવાર થઈને નેતાજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવશે. અને ત્યાર બાદ મ્યુઝમનું ઉદઘાટન કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બારડોલી તાલુકાના હરિપુરા ગામે 1938માં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. જે અધિવેશમાં સુભાષચંદ્ર બોઝ માટે 51 શણગારેલા બળદ સાથે તૈયાર કરેલા રથને વાંસદાના મહારાજા ઈન્દ્રસિંહજીએ મોકલ્યો હતો. ત્યાર બાદ 2009માં નરેન્દ્ર મોદી અને આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી બળદગાડામાં સવારી કરશે. બારડોલીના હરિપુરા ગામે 1938ની 19, 20અને 21મી ફેબ્રુઆરીએ સુભાષચંદ્ર બોઝના પ્રમુખપદે કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું. જે અધિવેશને આઝાદીની લડતમાં ખ્યાતિ મેળવી હતી. તેની સ્મૃતિઓ આજેય આ ગામમાં સચવાયેલી છે.

આ અધિવેશનમાં 51 શણગારેલા બળદગાડાં સાથે હરિપુરાથી 1938માં બારડોલીમાં સુભાષચંદ્ર બોઝનું સરઘસ કાઢીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથને વાંસદાના મહારાજા ઇન્દ્રસિંહજીએ સુભાષબાબુના સ્વાગતમાં તૈયાર કરીને હરિપુરા ગામે મોકલ્યો હતો. જે રથમાં બેસીને સુભાષબાબુ અધિવેશનમાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code