સ્પેશ્યલ@દિવસઃ આજે શિક્ષકોનું મહાપર્વ, ડૉ.સર્વપલ્લીની યાદ તાજી થશે

અટલ સમાચાર, ડેસ્ક પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસએ દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1954માં ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 5 સપ્ટેમબરના દિવસે વિદ્યાથીઓ પોત પોતાની રીતે શિક્ષક પ્રત્યે પ્રેમ અને સન્માન પ્રગટ કરે છે. આ ઉપરાંત અનેક દેશોમાં જુદા
 
સ્પેશ્યલ@દિવસઃ આજે શિક્ષકોનું મહાપર્વ, ડૉ.સર્વપલ્લીની યાદ તાજી થશે

અટલ સમાચાર, ડેસ્ક

પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસએ દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1954માં ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 5 સપ્ટેમબરના દિવસે વિદ્યાથીઓ પોત પોતાની રીતે શિક્ષક પ્રત્યે પ્રેમ અને સન્માન પ્રગટ કરે છે. આ ઉપરાંત અનેક દેશોમાં જુદા જુદા દિવસે પણ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.

સ્પેશ્યલ@દિવસઃ આજે શિક્ષકોનું મહાપર્વ, ડૉ.સર્વપલ્લીની યાદ તાજી થશે

કોણ હતા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન જાણો

1. 1962માં દેશના રાષ્ટ્રપતિ બનેલ ડૉ.રાધાકૃષ્ણન એક મહાન શિક્ષાવિદ અને શિક્ષકના રૂપમાં દુનિયાભરમાં ઓળખાય છે.
2. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનુ માનવુ હતુ કે દેશમાં સર્વશ્રેષ્ઠ મગજવાળા લોકોએ જ શિક્ષક બનવુ જોઈએ.
3. ડોક્ટર રાધાકૃષ્ણનના પિતા તેમના અંગ્રેજી વાંચવા કે શાળાએ જવાના વિરુદ્ધ હતા. તે પોતાના પુત્રને પૂજારી બનાવવા માંગતા હતા.
4. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ખૂબ જ મેઘાવી વિદ્યાર્થી હતા. અને તેમણે પોતાનો મોટાભાગનો અભ્યાસ શિષ્યવૃત્તિના આધાર પર જ પુરો કર્યો હતો.
5. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિદ્યાર્થીઓમાં એટલા લોકપ્રિય હતા કે જ્યારે તેઓ કલકત્તા જઈ રહ્યા હતા, તેમણે મૈસૂર વિશ્વવિદ્યાલયથી રેલવે સ્ટેશન સુધી ફુલોની બગ્ધીમાં લઈ જવામાં આવ્યા હતા.
6. જાણીતા પ્રોફેસર એચ એન સ્પેલડિંગ ડોક્ટર રાધાકૃષ્ણના લેક્ચરથી એટલા પ્રભાવિત થયા કે તેમણે લંડન વિશ્વવિદ્યાલયમાં તેમને માટે ચેયર સ્થાપિત કરવાનો નિર્ણય કરી લીધો.
7. શિક્ષણ ક્ષેત્રમાં ડોક્ટર રાધાકૃષ્ણના અભૂતપૂર્વ યોગદાન માટે 1931માં તેમણે બ્રિટિશ સરકારએ નાઈટ સન્માનથી પણ નવાજ્યા હતા.

સ્પેશ્યલ@દિવસઃ આજે શિક્ષકોનું મહાપર્વ, ડૉ.સર્વપલ્લીની યાદ તાજી થશે